હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન…. ‘બ્રહ્માસ્ત્ર’ પર ફરી વિવેક અગ્નિહોત્રીનો કટાક્ષ

ફિલ્મી ફંડા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મે સ્ક્રીન પર આવતાની સાથે જ સારો બિઝનેસ કર્યો છે. જોકે, ‘બ્રહ્માસ્ત્ર’ને તેની રિલીઝ પહેલા બોયકોટ ગેંગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફિલ્મનું કલેક્શન બહાર આવ્યા બાદ બોયકોટ ગેંગ શાંત થઇ ગઇ છે. ફિલ્મ રીલિઝ થયા બાદ લોકોની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ આ ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે, તો ઘણા એને નબળી ફિલ્મ ગણાવી રહ્યા છે. તે જ સમયે, ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ફરી એકવાર આ ફિલ્મને લઈને મોટું નિવેદન આપ્યું છે.
સોશિયલ મીડિયા પર એક અહેવાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મને કારણે સિનેમા હોલને 800 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ અહેવાલ બાદ પીવીઆર મલ્ટિપ્લેક્સ ચેઈનના સીઈઓ કમલ જ્ઞાનચંદાનીએ સોશિયલ મીડિયા પર આ વાયરલ રિપોર્ટનો પર્દાફાશ કર્યો છે. તેમણે આ અહેવાલને રદિયો આપ્યો છે અને ચાહકોને કહ્યું છે કે કોઈ જાણીજોઈને ફિલ્મ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યું છે.
આ રિપોર્ટ પર વિવેક અગ્નિહોત્રીએ આડકતરી રીતે નિશાન સાધ્યું છે. તેમણે પોતાની વાતને કવિતામાં આવરી લીધી છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે- ‘હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન દિલ કોખુશ રખને કે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ’.

“>

શનિવારે પણ વિવેક અગ્નિહોત્રીએ આ રિપોર્ટના સંદર્ભમાં એક ટ્વિટ શેર કર્યું હતું. વિવેકે લખ્યું હતું કે, ‘સમસ્યા એ છે કે બોલીવૂડમાં બધું જ દેખાડા પર ચાલી રહ્યું છે. કોઇ એની જવાબદારી સ્વીકારતું નથી. કોઇ પણ ઉદ્યોગ જે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં એક રૂપિયાનું રોકાણ કરતો નથી અને 70થી 80 ટકા નાણા સ્ટાર્સ પર વેડફી નાખે છે, તે ક્યારેય ટકી શકે નહીં.’

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.