Homeતરો તાજાસૂર્ય સ્નાન - રોગોપચારની એક પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિ

સૂર્ય સ્નાન – રોગોપચારની એક પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિ

વિશેષ – રાજેશ યાજ્ઞિક

સનાતન ધર્મના ચાર વેદોમાં સૂર્યને ઊર્જાનો વિશાળ સ્રોત માનવામાં આવ્યો છે. વિજ્ઞાન જે વાત સદીઓ પછી કહી શક્યું તે વાત આપણા શાસ્ત્રો (શાસ્ત્રનો અર્થ પણ વિજ્ઞાન થાય છે!) સદીઓ પહેલા કહી ચુક્યા છે.
સૂર્ય કિરણથી અનેક પ્રકારના જંતુઓ નષ્ટ થાય છે. ‘વાષ્પ સ્નાન’ (આજના શબ્દોમાં તયિંફળ બફવિં) થી જે લાભ થાય છે તે લાભ સૂર્ય સ્નાનથી પણ થાય છે. સૂર્ય સ્નાનથી શરીરના રોમ ખુલી જાય છે અને શરીરમાંથી પર્યાપ્ત માત્રામાં પરસેવા રૂપે કચરો બહાર નીકળી જાય છે. સારા આરોગ્ય માટે આ બહુ જરૂરી છે.
આપણે ત્યાં ગાયોને ગમાણમાં ચારો આપવાને બદલે ચારવા બહાર લઇ જવાય છે. તેનું કારણ એ છે કે જે ગાયોને બહાર તડકામાં ફરવા દેવાતી નથી અને આખો દિવસ ઘરમાં બાંધી રાખીને ખવડાવાય-પીવડાવાય છે, તે ગાયોના દૂધમાં વિટામિન-ડીની માત્રા યોગ્ય પ્રમાણમાં નથી હોતી. બાળકોને પણ હાડકાં મજબૂત કરવા સવારના કોમળ તડકામાં બેસાડવાની પરંપરા આપણા દાદા-દાદીઓ અનુસરતા. અપર્યાપ્ત સૂર્યપ્રકાશને કારણે પશ્ર્ચિમી દેશના લોકોની ત્વચામાં રહેલી ઊણપને આધુનિક વિજ્ઞાન સ્વીકારે જ છે.
ઉદય કાળનો સૂર્ય અખિલ વિશ્ર્વનો પ્રાણ છે તેમ શાસ્ત્રો કહે છે. પ્ળર્ઞીં પ્ઘળણપૂડ્રૂટ્ટ્રૂજ્ઞર લુર્રૂૃીં (પ્રાણોપનિષદ) અર્થાત્ સૂર્ય પ્રજાઓનો પ્રાણ બનીને ઉદિત થાય છે.
અથર્વવેદમાં પણ સૂર્ય કિરણોથી રોગ દૂર કરવાની ચર્ચા છે. અથર્વવેદ કાંડ ૧ સૂક્ત ૨૨ માં
અણૂલુ્રૂૃપૂડ્રૂટળૂ ઇડ્રૂળજ્ઞટિ વફિપળ ્રૂટજ્ઞ પર્ળૈ ફળજ્ઞરુવટશ્ર્ન્રૂ મઞૃણ ટજ્ઞણ ટ્ટ્રૂળ ક્ષફિદ્ય્રૂરુલ॥ ૧
અર્થાત્ હે, રોગગ્રસ્ત વ્યક્તિ. તારા હૃદયના ધબકારા, હૃદયની બળતરા વગેરે રોગો અને પાંડુરોગ સૂર્યના ઉદય સાથે નાશ પામે. સૂર્યનો લાલ રંગ ઉગતા સૂર્યના તે ઉગતા રંગથી આપણને ભરે છે.
આ મંત્રમાં હૃદયરોગનો નાશ કરવા માટે સૂર્યના રક્ત વર્ણના કિરણોનો ઉપયોગ કરવાનો ઉપદેશ છે. સૂર્ય કિરણ ચિકિત્સા અનુસાર, કમળા અને હૃદયરોગના દર્દીને સૂર્યના કિરણોમાં રાખવામાં આવેલા લાલ કાચના વાસણમાં રાખેલ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
ક્ષફિટ્ટ્રૂળ ફળજ્ઞરુવટજ્ઞર્રૂૈર્ઞૈડિઊંળૃ્રૂૂટ્ટ્રૂળ્રૂ ડબ્ક્ષરુટ ્રૂઠળ્રૂપફક્ષળ અલડ્રૂળજ્ઞ અવફિટળજ્ઞ ધૂમટ્ર॥ ૨
અર્થાત્ હે પાંડુરોગથી પીડિત વ્યક્તિ. દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા માટે, તને ચારે તરફ સૂર્યના કિરણોથી લાલ પ્રકાશ યુક્ત આવરણમાં રાખવામાં આવે છે, જેથી તું પાપના ફળસ્વરૂપ રોગથી મુક્ત થા અને તું પાંડુરોગથી પણ મુક્ત થાય.
આવા દર્દીઓને મોસંબી, સંતરા, સફરજન, દ્રાક્ષ વગેરે ફળો ખવડાવવા અને ગુલાબી ફૂલોથી મનોરંજન કરવું પણ સારું છે.
્રૂળ ફળજ્ઞરુવઞિ ડેમટ્ટ્રૂળ ઉંળ્રૂળજ્ઞ ્રૂળ ઈટ ફળજ્ઞરુવર્ઞિીં રૂર્ક્ષૈ રૂર્ક્ષૈ મ્રૂળજ્ઞમ્રૂશ્ર્નટળરુપચ્રૂમળ ક્ષફિડદ્વ્રૂરુલ॥ ૩
અર્થાત્ જે દેવતાઓ, સૂર્યના પ્રભાતના રક્ત કિરણો છે અને લાલ રંગની કપિલા ગાયો અથવા ઔષધિઓ કે જેઓ ઉગે છે, તેમની અંદર વિદ્યમાન કાંતિમય ચમક છે અને દીર્ઘાયુ જનક છે, તેઓ તમને દરેક રીતે પોષણ આપે છે.
અથર્વવેદ કાંડ ૬, સૂક્ત ૮૩ માં, સૂર્ય સાથે ગંડમાલા રોગ (ૠજ્ઞશયિિં, થાઇરોઇડ ગ્રંથિનું ફૂલવું)ની સારવારનું વર્ણન છે.
અક્ષરુખર્ટીં પ્ક્ષટટ લૂક્ષઞર્ળી મલટજ્ઞફ્રિૂ લુર્રૂૃીં ઇૈંઞળજ્ઞટૂ ધજ્ઞરઘ ખધ્ત્પળ મળજ્ઞ ક્ષળજ્ઞખ્રગટૂ॥
હે ગંડમાલા ગ્રંથિઓ. માળામાંથી ઊડી ગયેલા પક્ષીની જેમ ઝડપથી દૂર થાઓ. સૂર્ય ચિકિત્સા કરે અથવા ચંદ્ર તેમને દૂર કરો. અહીં સૂર્યના કિરણોથી ગોઇટર મટાડવાની વાત આવે છે.
આ રીતે અનેક રોગો ઉદય પામી રહેલો સૂર્ય પોતાના કિરણોથી દૂર કરે છે.
સૂર્ય કિરણોના ફાયદા
જેટલો માણસ સૂર્યના સંપર્કમાં રહેશે તેટલો તે સ્વસ્થ રહેશે. જે લોકો પોતાના ઘરમાં ચારે બાજુથી બારીઓ બંધ રાખે છે અને સૂર્યપ્રકાશને ઘરમાં પ્રવેશવા દેતા નથી, તેઓ હંમેશાં રોગગ્રસ્ત રહે છે. સૂર્ય પોતાના કિરણો દ્વારા અનેક પ્રકારના આવશ્યક તત્ત્વોનો વરસાદ કરે છે અને તે તત્ત્વોને શરીરમાં લેવાથી અસાધ્ય રોગો પણ મટી જાય છે.
ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે વ્યક્તિ સ્વસ્થ થવાને બદલે બીમાર પડી શકે છે, પરંતુ પ્રાચીન ગ્રંથ અથર્વવેદમાં સવારે સૂર્યસ્નાનને હૃદયને સ્વસ્થ રાખવાનો અસરકારક ઉપાય જણાવવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સૂર્યોદય સમયે સૂર્યના લાલ કિરણોનું સેવન કરે છે તેને ક્યારેય હૃદયરોગ થતો નથી.
તમે બધા જાણતા જ હશો કે સૂર્યપ્રકાશમાં સાત રંગ હોય છે. તે સાત રંગોમાંના દરેકની પ્રકૃતિ અલગ છે. તેનાથી એક અલગ પ્રકારનો ફાયદો થાય છે.
સૂર્યકિરણ ઉપચાર સામાન્ય રીતે ચાર માધ્યમો દ્વારા કરવામાં આવે છે-
૧. પાણી દ્વારા આંતરિક પ્રયોગ
૨. તેલ દ્વારા બાહ્ય ઉપયોગ
૩. શ્ર્વાસ દ્વારા
૪. સીધા કિરણો દ્વારા
સૂર્યસ્નાન વખતે વ્યક્તિનું શરીર સીધા સૂર્ય કિરણોના સંપર્કમાં આવે તેનું ધ્યાન રાખવાનું હોય છે.
સૂર્ય સ્નાનની રીત
૧. ભીનો ટુવાલ માથા પર રાખીને તડકામાં બેસીને શરીરની બંને તડકો લો. ધ્યાન રાખો કે સૂર્યના કિરણો શરીરના દરેક અંગ પર પડે.
૨. સૂર્યસ્નાનનો સર્વોત્તમ સમય સૂર્યોદય કાળ છે. તે સમયે ન થઇ શકે તો સૂર્યાસ્ત સમયે લેવું. તીવ્ર સૂર્યપ્રકાશમાં ન બેસવું. પ્રાત:કાળ કે સંધ્યાકાળના કિરણો ઉત્તમ હોય છે.
૩. સૂર્યસ્નાનનો પ્રારંભ સાવધાનીથી કરો. શરૂઆત ૧૫ મિનિટથી કરો અને રોજ પાંચ મિનિટ વધારો. પણ એક કલાકથી વધારે તો નહીં જ.
૪. જેટલો સમય સૂર્યસ્નાન કરવું હોય તે નિશ્ર્ચિત કરો. તેના ચાર ભાગ કરીને પીઠ તરફ સૂઈને, પેટ તરફ સૂઈને, ડાબે પડખે અને જમણે પડખે કરો જેથી શરીરના દરેક અંગને યોગ્ય પ્રમાણમાં તડકો મળે.
૫. બને ત્યાં સુધી સૂર્યસ્નાન વખતે ઓછામાં ઓછા વસ્ત્રો પહેરવા
૬. બહુ વધારે પડતી હવા ન આવતી હોય તેવા ખુલ્લા સ્થાને સૂર્યસ્નાન કરવું.
૭. ભોજનના એક કલાક પહેલા અને બે કલાક પછીના સમયમાં સૂર્યસ્નાન ન કરવું.
૮. સૂર્યસ્નાન બાદ ઠંડા પાણીમાં ભીંજવેલ ટુવાલથી શરીરના પ્રત્યેક અંગને રગડીને લૂછી લેવું.
૯. સૂર્યસ્નાન પછી માથું દુખવું કે અન્ય કોઈ તકલીફ જેવું લાગે તો સૂર્યસ્નાનનો સમય ઘટાડી દેવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular