દેશના મુસલમાનોને નામ વિશાલ દદલાણીએ કર્યું ટ્વીટ, સોશિયલ મીડિયા પર થઇ ગયો ટ્રોલ

ફિલ્મી ફંડા

દેશભરમાં નુપુર શર્માએ મોહંમદ પયગંબર સાહેબને લઇને આપેલા નિવેદન બાદ જે હોબાળો થયો છે શાંત થવાનું નામ લેતો નથી. એવામાં હવે સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાણીએ મુસ્લિમ તરફી એક ટ્વીટ કરી છે, જેને લઇને સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

વિશાલે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને કહ્યું છે કે હું ભારતીય મુસલમાનોને ભારતીય હિન્દુઓ તરફથી એ કહેવા ઇચ્છું છું કે તમને સાંભળવામાં આવે છે, પ્રેમ કરવામાં આવે છે અને સરાહના પણ કરવામાં આવે છે. તમારું દુખ અમારું દુખ છે. તમારી દેશભક્તિ સામે કોઇ સવાલ નથી. તમારી ઓળખ ભારત કે કોઇ અન્યના ધર્મ માટે ખતરો નથી. આપણે એક રાષ્ટ્ર, એક પરિવાર છીએ.

સિંગરે તેના બીજા ટ્વીટમાં લખ્યું છે કે હું બધા ભારતીયોથી એ કહેવા માગુ છું કે મને ભારતના ગંદા રાજકારણ માટે ખરેખર ખેદ છે, જે આપણે નાના નાના સમુદાયોમાં વહેંચી દેશે, જયાં સુધી આપણે એકલા ન પડી જઇએ. આ બધુ અંગત ફાયદા માટે થઇ રહ્યું છે, લોકો માટે નહીં. તેમને જીતવા ન દો.

આ ટ્વીટને લઇને સોશિયલ મીડિયા પર યૂઝર્સના કમેન્ટ આવવાનું શરૂ થઇ ગયું. એક યૂઝર્સે લખ્યું છે કે વિશાલ દદલાણી શું તમે આ દેશના વડા પ્રધાન છો કે તમે બધા તરફથી પોતાની વાત રજૂ કરી રહ્યા છો. અન્ય એક યૂઝરે લખ્યું છે કે દમ હોય તો મહારાષ્ટ્ર સરકાર, બોલીવૂડ ખાન માફિયા, કરણ જોહર ગેંગ વિરુદ્ધ એક ટ્વીટ કરો તો ખબર પડશે કે બોલવાની સ્વતંત્રતાની કિંમત શું હોય છે. એક યૂઝરે લખ્યું છે કે તમે કેમ તેમના એટલા હિમાયતી બની રહ્યા છો. ફંડિંગ થઇ છે કે? અન્ય એક યૂઝરે લખ્યું છે કે બધી બુદ્ધિ ભગવાને તમને જ તો આપી છે.

<

<

>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.