હવામાનમાં પલટાની સાથે વાતાવરણમાં ગરમી વધી છે, તેથી લોકોને ધીમે ધીમે ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ગરમીમાં વધારાની વચ્ચે મોડી રાતના ઠંડીનું પ્રમાણ વધ્યું છે, તેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થાય છે. રવિવારે સવારથી ધુમ્મસિયું વાતાવરણ રહ્યું હતું, જેમાં મહાલક્ષ્મી રેસકોર્સનું મેદાન ધુમ્મસમાં ડૂબ્યું હોવાનું લાગતું હતું. (અમય ખરાડે)