મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા અને ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી બોલીવૂડમાં જ નહીં, પરંતુ ક્રિકેટની દુનિયામાં જાણાતા બની ગયા છે. બંને મોટા ભાગના કાર્યક્રમમાં પણ સાથે સાથે જોવા મળતા હોય છે, પરંતુ તાજેતરમાં ઓસ્કાર્સ ફેમ નાટુ નાટુ સોંગ પર મજાનો ડાન્સ કર્યો હતો અને તેના ડાન્સથી તેના ચાહકો સાથે અનુષ્કા આફરીન પોકારી ગઈ હતી. વાત જાણે એમ છે કે તાજેતરમાં એક ઈવેન્ટ ઈન્ડિયન સ્પોર્ટસ ઓનર્સમાં આ સ્ટાર કપલે હાજરી આપી હતી.
અહીંના કાર્યક્રમના એક ફન સેગમેન્ટમાં અનુષ્કાને તેના થ્રી એમ ફ્રેન્ડનું નામ આપવાનું જણાવ્યું હતું. એ વખતે અનુષ્કાએ વિરાટ તરફ ઈશારો કર્યો હતો અને બંને હસ્યા પણ હતા ત્યારબાદ વિરાટને મોસ્ટ પોપ્યુલર ગીત નાટુ નાટુ પર ડાન્સ કરવાનું ટાસ્ક આપવામાં આવ્યું હતું.
આ ટાસ્ક આપવામાં આવ્યા પછી વિરાટે તેના ફોનથી મ્યુઝિક વગા્ડ્યું હતું અને તેના પર દિલથી ડાન્સ કર્યો હતો. વિરાટની ડાન્સિંગ સ્કીલ જોઈને અનુષ્કા પણ ખુશખુશાલ થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેમના ચાહકોએ પણ તેમને વધાવી લઈને અભિનંદન પણ આપ્યા હતા.
ઈન્ટરનેટ યૂઝરે ક્રિકેટર વિરાટ કોહલીએ ડાન્સ કર્યા પછી લોકોએ લખ્યું હતું કે ટેરિબલ ડાન્સર, ગોટ ક્રિકેટર. બીજા યૂઝરે લખ્યું હતું કે આ તો ક્રિસ ગેલવાલા સ્ટેપ થા.
Virat Kohli doing Naatu Naatu steps. pic.twitter.com/iN2aMvSE5Q
— Johns. (@CricCrazyJohns) March 26, 2023