વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને આ વખતે આરામ આપવામાં આવ્યો છે. દરમિયાન કિંગ કોહલી પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને ફોર્મમાં પાછો આવવાના પ્રયત્નો કરી રહ્યો છે. કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પંજાબી સોંગ પર વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો આ વર્કઆઉટ આગની ઝડપે વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોહલીના આ અંદાજને પણ પસંદ કરી રહ્યા છે.