
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. બંને ટીમોની સંમતિથી અમ્પાયરે મેચને ડ્રો જાહેર કરી હતી. મેચ બાદ BCCI દ્વારા વિરાટ કોહલીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

© Provided by The National
અમદાવાદમાં રમાયેલી સિરીઝની છેલ્લી અને ચોથી મેચ બાદ ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ મેદાનમાં એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. બંને ટીમના ખેલાડીઓ વચ્ચેસામાન્ય મસ્તી મજાક ચાલી રહી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ તેની જર્સી ઉસ્માન ખ્વાજા અને એલેક્સ કેરીને ભેટમાં આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરાટની આવી ખાસ હરકતો ચાહકો પહેલા પણ જોઈ ચૂક્યા છે.
King Kohli 👑 had some memorabilia to give to his Australian teammates post the final Test 👏🏼👏🏼
Gestures like these 🫶🏼#TeamIndia | #INDvAUS pic.twitter.com/inWCO8IOpe
— BCCI (@BCCI) March 13, 2023
આ પહેલા પણ કોહલી ઘણી વખત વિપક્ષી ટીમોના ખેલાડીઓને રિમાઇન્ડર તરીકે ભેટ આપી ચૂક્યો છે. તેણે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ બાદ હારિસ રઉફને જર્સી પણ ભેટમાં આપી હતી.
ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. 1205 દિવસના દુકાળ પછી ટેસ્ટ ક્રિકેટમાં વિરાટે સદી ફટકારી હતી. વિરાટની ટેસ્ટ કરિયરની આ 28મી સદી હતી. તેણે 15 ચોગ્ગાની મદદથી 186 રન બનાવ્યા હતા. મેચ બાદ વિરાટને તેની ‘વિરાટ ઇનિંગ’ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવીને ભારત પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું હતું. તેથી આ મેચ માત્ર એક ઔપચારિકતા હતી. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનમાં ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.