ભારત અને શ્રી લંકાની વચ્ચે આગામી મહિને શરુ થનારી ટવેન્ટી-20 શ્રેણી પૂર્વે ભારતના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ હંગામી ધોરણે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ત્રીજી જાન્યુઆરીથી ટવેન્ટી-20 શ્રેણી ચાલુ થશે ત્યારે આ શ્રેણી રમાયા પૂર્વે વિરાટ કોહલીએ ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં હંગામી ધોરણે બ્રેક લેવાની જાહેરાત કરી છે.
આઈપીએલ 2023ના પહેલા ભારત માટે ક્રિકેટની સૌથી નાની ફોર્મેટમાં વિરાટ રમતો જોવા નહીં મળે. વિરાટ કોહલીએ બ્રેક લેવાની જાણકારી અંગે બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે હા, વિરાટે કહ્યું છે કે તે ટવેન્ટી-20 મેચમાં રમશે નહીં. હજુ સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે તેણે ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાંથી બ્રેક લીધો છે.
વિરાટ સિવાય રોહિત શર્મા પણ ટીમ ઈન્ડિયામાં તુરંત પાછો ફરી એવી હાલ શક્યતા ઓછી છે અને આગામી દિવસોમાં તેના અંગે નિર્ણય જાહેર કરી શકે છે. આમ શ્રી લંકા સામેની ટવેન્ટી-ટવેન્ટી શ્રેણીમાં વિરાટ કોહલી રમશે નહીં. ત્રીજી જાન્યુઆરીથી મુંબઈમાં ટવેન્ટી-20 સિરીઝ ચાલુ થશે, ત્યાર બાદ સાતમી જાન્યુઆરીએ રાજકોટમાં બીજી મેચ રમાશે, ત્યાર બાદ બંને ટીમની વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાશે. પહેલી મેચ (10મી જાન્યુઆરી) ગુવાહાટી, બીજી કોલકાતા (12મી જાન્યુઆરી) અને છેલ્લી મેચ થિરવનંતપુરમ (પંદરમી જાન્યુઆરી)માં રમાડવામાં આવશે.
IND Vs SL: ટવેન્ટી-20 ફોર્મેટમાંથી વિરાટ કોહલીએ લીધો બ્રેક
RELATED ARTICLES