T20 Ranking માં વિરાટનો કમાલ, 33માંથી સીધા 15મા ક્રમાંકે પહોંચ્યો

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

આઈસીસી ટી-20ની રેન્કિંગ અપડેટ થઈ ગઈ છે, જેમાં વિરાટ કોહલી 14 બેટ્મેનને પાછળ છોડીને 15મા ક્રમાંકે પહોંચ્યો છે. એશિયા કપ પહેલા વિરાટ કોહલી 33મા ક્રમાંકે હતો. જોકે, ટૂર્નામેન્ટ દરમિયાન તે 29મા નંબરે પહોંચ્યો હતો. વિરાટ કોહલી ઘણા વર્ષો સુધી ટી-20નો નંબર વન બેટ્સમેન રહ્યો છે. એશિયા કપ શરૂ થયા પહેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ નંબર વન બેટ્સમેન હતો, જે હવે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. બીજા નંબરે સાઉથ આફ્રિકાના ખેલાડી એડેન માર્કરમએ સ્થાન મેળવ્યું છે. ટોપ ટેનની યાદીમાં ભારતીય ખેલાડી સૂર્યકુમાર યાદવ સામેલ છે. તે હાલમાં ચોથા ક્રમાંકે છે, જ્યારે રોહિત શર્મા 14મા ક્રમાંકે અને વિરાટ 15મા ક્રમાંકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.