ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ તો શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ભાગ લઈ રહ્યો છે, આજે આપણે અહીં તેના પર્ફોર્મન્સ કે સ્ટ્રેટેજીની નહીં પણ તેના બેટની વાત કરવાના છીએ, એ જ બેટ કે જેની મદદથી કોહલી પીચ પર રનનો ખડકલો કરી દે છે. તમે કોહલીના બેટની કિંમત જાણો છો? નહીં ને? ડોન્ટ વરી અમે અહીં તમને આજે તમારા આ લાડકો ક્રિકેટર કેટલી મોંઘી બેટથી રમે છે જણાવીશું.
વિરાટ કોહલી ગ્રેડ-એ-ઈંગ્લિશ બેટથી રમે છે, જેનું વધુમાં વધુ વજન 1.23 કિલો જેટલું હોય છે. આમ તો કોઈ પણ બેટની કિંમત તેના પર જોવા મળનારી ગ્રેન લાઈન પરથી જ નક્કી થાય છે. જેટલી ગ્રેન લાઈન વધારે એટલો જ સ્ટ્રોક પણ દમદાર…કોઈ કોઈ બેટ પર 6-12 ગ્રેન લાઈન હોય છે, પણ આપણો વિરાટ જે બેટથી રમે છે તેના પર 8-12 ગ્રેન લાઈન જોવા મળે છે. આ બેટની અંદાજિત કિંમત રુપિયા 17,000થી 25,000ની વચ્ચે હોઈ શકે છે. આ ઉપરાંત કોહલીની બેટ પર એક ખાસ કંપનીનો લોગો પણ હોય છે. આ લોગો લગાવવા માટે તેને કરોડો રુપિયા ચૂકવવામાં આવે છે.