ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં ટી-20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયામાં છે ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેના હોટેલ રૂમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને અનુષ્કાએ નારાજગી વ્યક્ત કરી છે અને વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો છે.
અનુષ્કાએ વીડિયોનો સ્ક્રિનશોટ તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરીને લખ્યું હતું કે, કેટલીક એવી ઘટનાઓનો અનુભવ કર્યો છે જ્યાં કેટલાક ચાહકોએ કોઈ દયા કૃપા દેખાડી નથી. કોઈ વ્યક્તિની પ્રાઈવેસીનું ઉલ્લંઘન કરવું એ ખોટી વાત છે. જે કોઈ જુએ છે અને વિચારે છે કે સેલિબ્રિટી છે તો ડીલ કરવું પડશે તો એ ખબર હોવી જોઈએ કે તમે પણ એ પ્રોબ્લેમના સહભાગી છો. બધાને સેલ્ફ કન્ટ્રોલની પ્રેક્ટિસ કર્યા બાદ મદદ મળે છે. જો તમારા બેડરૂમ સાથે આવું થઈ રહ્યું છે તો લાઈન ક્યાં છે?
View this post on Instagram
વિરાટ કોહલીએ પણ તેના ઈન્સ્ટાગ્રામમાં આ વીડિયોને પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું સમજુ છું કે ચાહકો તેના ફેવરિટ ખેલાડીઓને જોઈને ખુશ થાય છે અને તેમને મળવા માટે આતુર હોય છે. હું હંમેશા તેની પ્રસંશા કરું છું, પરંતુ આ વીડિયોએ મને મારી પ્રાઈવેસી વિશે ખૂબ જ અજીબ ફીલ કરાવ્યું છે. જો હું મારા હોટેલ રૂમમમાં પ્રાઈવેસી નથી રાખી શકતો તો વાસ્તવિકતામાં કોઈ પણ પર્સનલ સ્પેસની અપેક્ષા ક્યાં રાખી શકું? કૃપા કરીને લોકોની પ્રાઈવેસીનું સન્માન કરો અને તેને કોઈ એન્ટરટેઈન્મેન્ટના રૂપમાં ન લો.
આ વીડિયોને લઈને બોલીવૂડ સિતારાઓએ પણ પ્રતિક્રિયા આપી છે.