ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કિંગ કોહલીએ બાંગ્લાદેશ સામે ત્રીજી વન ડેમાં સેન્ચુરી મારી હતી. તેણે વનડે કરિયરની 44મી સેન્ચુરી મારી હતી. આશરે ત્રણ વર્ષ બાદ તેણે વન ડે ક્રિકેટમાં સેન્ચુરી ફટકારી છે. શનિવારે સવારે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું હતું કે વિરાટ કોહલી રોજ સેન્ચુરી નથી મારતો. તેના નિવેદનના ચાર કલાક બાદ વિરાટે સેન્ચૂરી મારી હતી.
આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનને ગુજરાત ઈલેક્શનમાં સારું પ્રદર્શન ન કરી શક્યા એ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે માને વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિરાચ પણ રોજ સેન્ચુરી નથી મારતો. અમે મહેનત કરી રહ્યા છીએ.માનનું આ નિવેદન ચર્ચાનું કારણ બન્યું હતું.