ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં ભારતે પ્રથમ બંને ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બીજી ટેસ્ટ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એક ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. વિરાટ કોહલીએ રનના મામલે વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 25000 રન પૂરા કર્યા છે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ મોટી સિદ્ધિ મેળવનાર સચિન તેંડુલકર પછી તેઓ બીજા ભારતીય બેટ્સમેન બન્યા છે. હાલમાં રમી રહેલા ક્રિકેટરોમાં આ રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી પ્રથમ બેટ્સમેન છે. તે જ સમયે, તેઓ 50+ ની સરેરાશથી 25000 રનના આંકડાને સ્પર્શનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છે. આ સાથે કોહલી સૌથી ઝડપી 25000 રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં 8 રન બનાવતાની સાથે જ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ સાથે તે 25000 રન પૂરા કરનાર બીજો ભારતીય બની ગયો છે જ્યારે 250થી ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વભરનો પ્રથમ ખેલાડી બન્યો છે. કોહલી સતત સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી રહ્યો છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ સચિનના નામે હતો. સચિને આ સિદ્ધિ 576 ઇનિંગ્સમાં જ્યારે કોહલીએ તેની 292મી ઇનિંગમાં હાંસલ કરી હતી. આ સાથે તે આવું કરનાર વિશ્વનો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. આ સાથે જ કોહલી સહિત 6 ખેલાડીઓએ 25 હજાર રન બનાવ્યા છે.
IND Vs AUS 2જી ટેસ્ટ: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ
RELATED ARTICLES