ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈને લઈને પણ ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે. આજે તે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ફક્ત કિંગ કોહલી માટે જ નહીં પરંતુ તેના ચાહકો માટે પણ અત્યંત ખાસ થઈ ગયો છે. વિરાટની પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર રમૂજી અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અનુષ્કાએ વિરાટની રમૂજી તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, માય લવ, આજ તુમ્હારા બર્થડે હૈ, મૈંને ઈસ પોસ્ટ કે લિયે તુમ્હારે બેસ્ટ એંગલ ઔર ફોટો કો પસંદ કિયા હૈ. અનુષ્કાની પોસ્ટ પર વિરાટે હાસ્યનું હાર્ટનું ઈમોજી શેર કર્યું છે.
નોંધનીય છે કે અનુષ્કા તેની આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસની શૂટિંગમાં બિઝી છે અને હાલ તે કોલકાતામાં છે. વિરાટ પણ ટી-20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયામાં છે.