રેકોર્ડતોડ કિંગ કોહલી! મેદાનમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ બનાવ્યો રેકોર્ડ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

ક્રિકેટના મેદાનમાં વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ્સ તોડ્યા છે ત્યારે ટ્વિટર પર પણ રેકોર્ડ બનાવવામાં કિંગ કોહલીનો કોઈ જવાબ નથી. મળતી માહિતી અનુસાર ટ્વિટર પર કોહલીના પાંચ કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આટલા ફોલોઅર્સ કોઈ ક્રિકેટર્સના નથી. આ મામલે તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે. સચિને 3.7 કરોડ લોકો ફોલો કરે છે. ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો કિંગ કોહલી ચોથો ખેલાડી બની ગયો છે. આ લિસ્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોચ પર છે. તેને 10 કરોડ લોકો ફોલો કરે છે. ત્યારબાદ નેમારનો નંબર આવે છે, જેના 5.79 કરોડ ફોલો કરે છે. બાસ્કેટબોલ પ્લેયર લેબ્રોન જેમ્સ ત્રીજા નંબરે છે જેને 5.22 કરોડ લોકો ફોલો કરે છે.
નોંધનીય છે કે ઈન્સ્ટાગ્રામમાં કોહલીના 21.1 કરોડ અને ફેસબુકમાં 4.9 કરોડ લોકો ફોલો કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.