બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેનો ક્રિકેટર પતિ વિરાટ કોહલી અવારનવાર ચર્ચાનું કારણ બને છે. આ વખતે ચર્ચાનું કારણ છે તેમનું ભાડાનું મકાન! સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર વિરુષ્કાએ તાજેતરમાં એક ઘર ભાડે લીધું છે. વિરાટ કોહલીએ જુહુમાં 1650 સ્ક્વેર ફૂટના ફ્લેટ માટે 7.50 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આ ઘરનું મહિનાનું ભાડું 2.76 લાખ રૂપિયા છે. ભાડે રાખેલો આ ફ્લેટ ભૂતપૂર્વ ક્રિકેટર સમરજિત સિંહ ગાયકવાડનો છે, જેઓ પણ બરોડાના રાજવી પરિવારના વંશજ છે.
નોંધનીય છે કે વિરાટ અને અનુષ્કા વૈભવી જીવન જીવી રહ્યા છે. ગુરુગ્રામમાં તેમનો એક બંગલો છે જેની કિંમત 80 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ સિવાય મુંબઈમાં રૂ. 34 કરોડનો ફ્લેટ છે. આ સિવાય વાર્સોવામાં પણ 3BHK નો ફ્લેટ છે જે 10 કરોડનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય વિરાટની અનેક શહેરોમાં રેસ્ટોરન્ટ છે. આ ઉપરાંત બંનેએ ફ્લેટ ભાડે રાખ્યો હોવાથી ચર્ચાનું કારણ બન્યા છે.
વૈભવી લાઈફસ્ટાઈલ જીવનારા વિરાટ અનુષ્કાએ ભાડે રાખ્યો ફ્લેટ
RELATED ARTICLES