ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. આ શ્રેણીમાં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. જેમાં 2 મેચ ટીમ ઈન્ડિયાના નામે રહી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચમાં જીતી હાંસલ કરી છે. નિર્ણાયક ચોથી મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા. બંનેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Virat Kohli and Anushka Sharma offering prayers at the Mahakaleshwar Jyotirlinga Temple.pic.twitter.com/84CWPZoVGQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2023
“>
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે સવારે 4:00 વાગ્યે ભસ્મ આરતી દરમિયાન મહાકાલના શરણમાં જોવા મળ્યા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અવારનવાર આશીર્વાદ લેવા તીર્થસ્થાનોની મુલાકાત લે છે.
અનુષ્કા શર્માએ મહાકાલની પૂજા દરમિયાન પિંક કલરની સાડી પહેરી હતી, જ્યારે વિરાટ કોહલી ટ્રેડિશનલ ડ્રેસમાં મહાકાલના દર્શન પહોંચ્યા હતા. વિરાટે કપાળ પર ચંદનનો ટીકો લગાવ્યો અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી.
લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ ભસ્મ આરતીમાં અનુષ્કા-વિરાટ સામેલ રહ્યા હતા, ત્યાર બાદ તમણે આરતી બાદ અભિષેક પણ કર્યો હતો. સામાન્ય રીતે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમની પુત્રી વામિકા સાથે વિવિધ યાત્રાધામોની મુલાકાત લે છે, પરંતુ આ વખતે તેઓ સવારે 4:00 વાગ્યે આરતીમાં પુત્રી વામિકા વગર પહોંચ્યા હતા.