પત્ની સાથે ભક્તિમાં લીન થયો કિંગ કોહલી, વીડિયો થયો વાયરલ

સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છેલ્લાં કેટલાક સમયથી ફોર્મમાં નથી. ઈંગ્લેન્ડ ટૂરમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે સિરીઝ અત્યારે 1-1ની બરાબરી પર છે. બન્ને વચ્ચેની નિર્ણાયક વન-ડે 17 જુલાઈના રોજ માન્ચેસ્ટર ખાતે રમાશે.

આ પહેલાં કોહલી તેની પત્ની અનુષ્કા સાથે ભજન-કીર્તન કરતો નજરે પડ્યો હતો. લંડનમાં આ કીર્તનનું આયોજન અમેરિકન ગાયક કૃષ્ણા દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. કૃષ્ણા દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોહલી અને અનુષ્કા સાથેની પોતાનો ફોટો અપલોડ કર્યો હતો અને સોશિયલ મીડિયા આ ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.