આપણે અવારનવાર લોકોને એવું કહેતા સાંભળ્યું જ હશે કે ‘અપની ગલી મેં તો કૂત્તા ભી શેર હોતા હૈ’… પણ આ કહેવતને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં દેખાઈ રહેલાં શ્વાને હકીકતમાં સાબિત કરી આપી છે.
આજકાલ જમાનો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો છે અને આપણને રોજ ઘણું બધું નવું જોવા અને જાણવા મળે છે. ખાસ કરીને જ્યારે વિડિયો કન્ટેન્ટની વાત આવે છે ત્યારે તેમાં વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આમાંના કેટલાક લોકોને તે પસંદ છે અને કેટલાકને તે પસંદ નથી. આજે અમે તમને જે વિડીયો બતાવી રહ્યા છીએ હસવા માટે મજબુર કરી દેશે.
સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે જ્યારે જંગલનો આ રાજા ગલીના ‘શેર’ને જોઈને તેની પૂંછડી દબાવીને ભાગી જાય છે. સોશિયલ મીડિયા પર આવાો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે. લોકો માની જ નથી શકતા શ્વાને ભેગા થઈને બબ્બર સિંહને પોતાના એરિયામાંથી તગેડી મૂક્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના સમયે સિંહ જંગલમાંથી ચાલતો ચાલતો ગામમાં પ્રવેશ કરે છે, પરંતુ જ્યારે આ વિસ્તારના શ્વાને ઘુસણખોરની માહિતી મળે છે એટલે પછી શ્વાનો મળીને પોતાના વિસ્તારમાં ઘુસેલા સિંહની જે વલે કરે છે એ જોવા જેવી છે.
IFS ઓફિસર સુશાંત નંદાએ બબ્બર સિંહને તેમની તાકાતથી વાકેફ કરતા શ્વાનનો આ વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું છે કે અપની ગલી મેં તો કૂત્તા ભી શેર….. વીડિયો ગુજરાતના ગીર સોમનાથને અડીને આવેલા ગામનો છે. જ્યાં એક બબ્બર સિંહ આકસ્મિક રીતે ગામમાં ઘૂસી જાય છે અને થોડીવાર પછી કૂતરાઓ તેની પાછળ દોડતા જોવા મળે છે.
વીડિયો જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય. 24 સેકન્ડની આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં 9 હજાર વ્યુઝ આવી ચૂક્યા છે, જ્યારે લાઈક્સ અને કોમેન્ટનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, એકતા મોટી શક્તિ છે, તો બીજા એક યુઝરે લખ્યુ કે કોઇના ઘરમાં ઘુસો તો આવા જ હાલ થાય…આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે…
अपनी गली में तो कुत्ता भी शेर होता है🤔🤔
From the streets of Gujarat. Via @surenmehra pic.twitter.com/clhYLlcq6C
— Susanta Nanda (@susantananda3) March 22, 2023