ઘણી વખત લોકો એટલું બધું બેફામ ડ્રાઈવિંગ કરતાં હોય છે કે પોતાના જીવની સાથે તો જોખમ ઊભું કરે જ છે પણ તેની સાથે સાથે તેમની આસપાસના લોકો માટે પણ આ લોકો જોખમી બની જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી બાઈક ચલાવે છે અને તે બાઈકને આમ તેમ આમ તેમ આડી અવળી સ્ટાઈલમાં ચલાવતી જોવા મળે છે અને અચાનક કંઈક એવું થાય છે કે જે જોઈને બધા જ ચોંકી ઉઠે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક છોકરી ‘લહરિયા કટ’ સ્ટાઈલમાં બાઈક ચલાવતી જોવા મળે છે અને રસ્તા પર જ તેની પાછળથી આવી રહેલાં બાઇક સવારને ટક્કર મારીને પછાડી દે છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી કેવી રીતે બાઈક ચલાવતી વખતે સ્ટંટ કરી રહી છે. ક્યારેક તે બાઈકને જમણી તરફ તો ક્યારેક ડાબી તરફ લહેરાવે છે. તેને જરાય ડર નથી કે જો જરા પણ સંતુલન બગડશે તો એ ખુદ તો પડી જ જશે, પણ જો કોઈ વ્યક્તિ સાથે તે ટકરાશે તો તેને પણ ઈજા થશે.
નવાઈની વાત તો એ છે કે રોડ પર ખૂબ જ ટ્રાફિક છે. બંને બાજુથી વાહનો આવતા-જતા દેખાઈ રહ્યા છે, પરંતુ યુવતીને તેની કોઈ દરકાર જ નથી. તે પોતાના જીવને જોખમમાં નાખીને મસ્તીમાં બાઈકને ચલાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન તે બાઈકસવાર એક કપલની સાથે ટકરાય છે અને એ કપલ બાીક પરથી પડી જાય છે. વીડિયો જોઈને એવું લાગે છે કે જે રીતે તેઓ પડ્યા છે એ જોતા કપલને ખૂબ જ ગંભીર ઈજા થઈ હશે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HasnaZarooriHai નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે અને રમૂજી કેપ્શન લખવામાં આવી છે કે, ‘ખુદ તો પંછી બના કે ગગન મેં ઉડ રહી હૈ, પીછે વાલી કો ગટર મેં ડાલ દિયા..’ 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે.
એક યુઝરે આ વીડિયો નીચે કમેન્ટ કરતાં લખ્યું છે કે, ‘પક્ષી બનીને તે જાતે તો ઊડી પણ લોકોને પાડી દીધા…’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ અદ્ભુત રહ્યું.’ એ જ રીતે એક યુઝરે લખ્યું છે કે ‘મેં માત્ર 1 બોટલ પીધી હતી…’
खुद तो पंछी बन के गगन में उड़ रही है पीछे वाली को गटर में डाल दीया🙆♀️😲 pic.twitter.com/Tqj6Fpa798
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 25, 2023