સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ થઈ રહેલાં વીડિયોમાં રિક્ષા ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચેની ઉગ્ર બોલાચાલી જોઈ શકાય છે. હંમેશની જેમ જ ઓટો ડ્રાઈવર મહિલા મુસાફરો સાથે ખૂબ જ રૂક્ષતાથી વાત કરી રહ્યો છે અને મહિલાને કન્નડ બોલવાનું કહે છે. વાત આટલેથી જ અટકતી નથી તે મહિલાને એવું પણ કહે છે કે આ અમારી જમની છે અને મારે શું કામ હિંદીમાં બોલવું જોઈએ? આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
Why should I speak in Hindi?
Bangalore Auto Driver pic.twitter.com/JFY85wYq51
— We Dravidians (@WeDravidians) March 11, 2023
વાત જાણે એમ છે કે જ્યારે ઓટો ડ્રાઇવરે મુસાફરોને કન્નડમાં વાત કરવાનું કહ્યું, ત્યારે એક મુસાફરોએ કહ્યું, “ના, અમે કન્નડમાં વાત નહીં કરીએ. આપણે કન્નડમાં કેમ બોલવું જોઈએ?” ડ્રાઇવર અને મુસાફરો વચ્ચે બોલાચાલી થાય છે. ત્યાર બાદ ડ્રાઇવરે પેસેન્જરને ઓટોમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું. એટલું જ નહીં, ડ્રાઈવર ગુસ્સામાં પેસેન્જરને કહ્યું કે આ કર્ણાટક છે અને તમારે કન્નડ ભાષામાં જ વાત કરવી જોઈએ. તમે લોકો ઉત્તર ભારતીય ભિખારી છો. આ અમારી જમીન તમારી નથી. મારે હિન્દીમાં કેમ બોલવું જોઈએ?
વાયરલ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો ઓટો ડ્રાઇવને ઘમંડી ગણાવી રહ્યા છે તો વળી અમુલ લોકો એવું પણ કહી રહ્યા છે કે બંનેએ એકબીજાની પ્રાદેશિક ભાષાઓનું સન્માન કરવું જોઈએ.
આ વીડિયો પોસ્ટ કરીને એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે બંને ખૂબ સારી અંગ્રેજી બોલે છે, તો પછી આ વિવાદ શા માટે? કોઈના પર કોઈ ભાષા થોપવાની જરૂર નથી. જો બધાને પ્રાદેશિક ભાષાઓમાં અનુકૂળ ન હોય તો તેમણે અંગ્રેજી જેવી સામાન્ય ભાષા શીખવી જોઈએ…
કેટલાક અન્ય યુઝર્સે ઓટો ડ્રાઈવરના ઘમંડ પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ સ્થાનિક ભાષાને માન ન આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ વીડિયો કર્ણાટકની રાજધાની બેંગ્લોરનો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.