દરરોજ લાખો લોકો મુંબઈગરા ટ્રેનમાં પ્રવાસ કરે છે અને એમાં પણ મુંબઈ લોકલ તો મુંબઈગરા જ નહીં પણ દેશવાસીઓની લાઈફલાઈન બની ગઈ છે. આજે આપણે અહીં વાત કરીશું એક એવા વાઈરલ ફોટો વિશે કે જ્યાં પ્લેનમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીએ આદતથી મજબૂર થઈને એવી હરકત કરી હતી કે નેટિઝન્સને જલસો પડી ગયો હતો. વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં જોઈ શકાય છે કે પ્લેનમાં મુસાફરી કરી રહેલ એક પેસેન્જર એક હાથે લગેજ સેક્શનને પકડીને બેસી રહ્યો છે. આ તસવીર જોઈને તમારા મગજમાં મુંબઈની લોકલની તસવીરો આવી હશે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ હેન્ડલ પકડીને સંતુલન જાળવીને પ્રવાસ કરે છે. નરેન્દ્ર પાટીલના સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ફોટો શેર કરીને તેમણે એવું પણ લખ્યું હતું કે પ્લેનમાં પ્રવાસ કરી રહેલાં મુંબઈકરને કઈ રીતે ઓળખશો? એટલું જ નહીં પોસ્ટમાં તેમણે એવું પણ લખ્યું છે કે તમે મુંબઈકરમાંથી મુંબઈને બહાર નહીં કાઢી શકો અને આ વાત વાઈરલ ફોટો સાબિત કરે છે.
મુંબઈગરાઓ પોતાની આદતોના એટલા બધા આદિ થઈ ચૂક્યા હોય છે કે તેઓ ગમે ત્યાં હોય પણ પોતાની આદત ભૂલી શકતા નથી. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ, સિવિલ સર્વન્ટ, સિવિલ એન્જિનિયર, નરેન્દ્ર પાટિલે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો.
નરેન્દ્ર પાટીલે ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે “મુંબઈકર મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન બદલી શકે છે, પણ તેમની આદત છોડી શકતા નથી. આ ફોટોને ફની કેપ્શન પણ આપતા તેમણે લખ્યું હતું કે “How to spot a Mumbaikar in a plane.”
Via WA
how to spot mumbaikar on a plane?
— 🇮🇳 Sayali.Mahashur 🇮🇳 (@SMahashur) February 27, 2023