પૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાલ અમદાવાર ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં સાત દિવસના રિમાન્ડ પર છે. ત્યારે તેમણે કરેલી નાણાકીય ઉચાપતને અંગે તપાસ કરવા સવારે 4 વાગ્યે ACBની એક ટીમેં વિપુલ ચૌધરીના ગાંધીનગરના માણસા રોડ સ્થિત પંચશીલ બંગલા પર દરોડા પાડ્યા હતા. ACBની ટીમ પહોંચી ત્યારે તેમના પત્ની સહિત પરિવાર ઘરેથી ગાયબ હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે વિપુલ ચૌધરીની સામે તપાસમાં ACBને મોટી જાણકારી હાથ લાગી છે. વિપુલ ચૌધરીએ યુએસ અને કેનેડામાં મોટેલ તથા મકાનની ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આજે વહેલી સવારે ACBની ટીમે વિપુલ ચૌધરીના ઘરે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ચૌધરીનાં પત્ની સહિત પરિવાર ઘરેથી ગાયબ થઇ ગયા હતા. તપાસમાં ACBની ટીમને 31 હજારની રોકડ હાથ લાગી છે.
દૂધસાગર ડેરીના ચેરમેન રહેતા વિપુલ ચૌધરીએ રૂપિયા 800 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આરોપ છે. 31 બેનામી કંપની ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ શરુ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી છે, જેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Google search engine