વડોદરામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હિંસક હુમલો, મહિલાઓ દાતરડું અને ડંડા લઈને દોડી આવી

આપણું ગુજરાત

Vadodara: રાજ્યભરમાં રસ્તા પર રખડતા ઢોરની(Stray cattle) સમસ્યા વકરતી જાય છે ત્યારે વડોદરા શહેરમાં રખડતા ઢોરની અડફેટે લોકો ઘાયલ થવાના કે મોત થવાના બનાવો બને છે. આ સમસ્યા સામે ગુજરાત હાઈકોર્ટે(Gujarat high court) લાલ આંખ કરી છે ત્યારે બીજી તરફ રખડતા ઢોર પકવા જતા પાલિકાના કર્મચારીઓને પણ પશુ પલકો દ્વારા હુમલા કરવમાં આવી રહ્યા છે. જેથી પાલિકાના કર્મચારીઓ પર જીવનું જોખમ ઉભું થયું છે. ગઈકાલે વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર હિંસક હુમલો થયો હતો. મહિલાઓએ દાતરડું અને ડંડા લઇને કર્મચારીઓ પણ તૂટી પડી હતી અને પાલિકાના કર્મચારીઓેએ પકડેલ ઢોરને છોડાવી ગયા હતા.
એક તરફ ગુજરાત હાઇકોર્ટે કડક વલણ દાખવતા રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ લાવવા સરકારને સૂચના આપી છે. કોર્ટે કહ્યું કે, હવે રસ્તા પર રખડતા ઢોરના લીધે કોઇને ઇજા કે મોત થવા જોઇએ નહીં. જો સરકાર સક્ષમ ના હોય તો હાઈકોર્ટ હસ્તક્ષેપ કરશે. ગઈકાલે મળેલી કેબીનેટ મીટીંગમાં પણ ઢોરની સમસ્યા નિવારવા માટે નિર્ણયો લેવાયા હતા.
ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં રખડતા ઢોર પર પકડવા ગયેલી ટીમ પર પશુપાલક મહિલાઓએ હુમલો કર્યો હતો, મહિલાઓએ પાલિકાના સ્ટાફને અપશબ્દો કહ્યા હતા અને ઢોર છોડાવી ગયા હતા. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણથી ચાર મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

1 thought on “વડોદરામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હિંસક હુમલો, મહિલાઓ દાતરડું અને ડંડા લઈને દોડી આવી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.