મધ્યપ્રદેશના માલવાના વિશ્વ હિન્દુ પરિષદ (VHP) મંત્રી સોહન વિશ્વકર્માએ મીડિયાને સંબોધતા કહ્યું કે ઈન્દોરમાં મુસ્લિમ સમુદાય શુક્રવારની નમાજ પછી તણાવ પેદા કરી શકે છે. અમે પ્રશાસનને એલર્ટ કરવા માંગીએ છીએ અને જો આવું થશે તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. સોહન વિશ્વકર્માએ કહ્યું કે સરકાર અને સમાજને સંદેશો આપવાનો છે કે ઈન્દોર શહેરની શાંતિમાં કોઈ અડચણ ન નાખે.
VHPના માલવા પ્રાંતના મંત્રી સોહન વિશ્વકર્માએ કહ્યું કે બજરંગ દળના જિલ્લા સંયોજક તન્નુ શર્મા અને કાર્યકર્તાઓએ ફિલ્મ પઠાણનો વિરોધ કરતી વખતે ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. પરંતુ વિડીયોમાં મોહમ્મદ સાહેબ અંગે અપમાનજનક નારા કોણે લગાવ્યા તેની પુષ્ટિ થઈ નથી. તન્નુ શર્મા તે સમયે ચૂપ હતા, તે વીડિયોના આધારે મુસ્લિમ સમાજે પોલીસ સ્ટેશનોમાં મેમોરેન્ડમ આપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ કોઈની લાગણી દુભાવવા માંગતી નથી.
— Mustkeem (@mustkeem0002) January 26, 2023
“>
તેમણે કહ્યું હતું કે નિર્દોષ લોકોના વાહનો અને દુકાનોમાં તોડફોડ અને સર તન સે જુદાના નારા લગાવવા યોગ્ય નથી. આનાથી પણ મોટો ઉન્માદ થવાની સંભાવના છે, અમે ઇન્દોરના પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપ્યું છે કે તન્નુ શર્માનો ફોટો મૂકીને સોશિયલ મીડિયા પર માથું કાપી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે. તન્નુ શર્મા અને તેના પરિવારને સુરક્ષા આપવા સરકારને વિનંતી છે.
સોહન વિશ્વકર્માએ કહ્યું કે શુક્રવારે નમાઝ બાદ એક મોટું સરઘસ કાઢીને હિંદુઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવશે, હું હિંદુ સમાજને વિનંતી કરું છું કે જો હિંદુઓને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ ડરવાની જરૂર નથી. ઈંટનો જવાબ પથ્થરથી અપાશે.