હાવડાઃ રામ નવમીની શોભાયાત્રામાં હિંસા પછી ફરી આજે હિંસા થઈ હતી. શુક્રવારે પણ પથ્થરમારાની ઘટના થઈ હતી. આ બનાવ પછી તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુરુવારે પણ હાવડા શહેરમાં બે જૂથની વચ્ચે મારપીટ, પથ્થરમારાનો બનાવ થયો હતો, જે પરિસ્થિતિ કાબૂ બહાર ગયા પછી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસ પ્રશાસન દ્વારા તોફાની તત્વોની અટક કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે શિબપુર વિસ્તારમાંથી તોફાનોને લઈ 36 લોકોની ધરપકડ કરી છે, જેમાં ગઈકાલે શોભાયાત્રા દરમિયાન ભડકાઉ ભાષણ અને પથ્થરમારો અને વાહનોને આગ ચાંપવાના કેસનો સમાવેશ થાય છે.
હાવડામાં હિંસા માટે મુખ્ય પ્રધાન મમતા બેનરજીના વિવાદાસ્પદ નિવેદનને જવાબદાર માનવામાં આવે છે. આ મુદ્દે વિપક્ષોએ તેમના હિંદુઓ પ્રત્યેના વલણને કારણભૂત માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે શોભા યાત્રા પર રોક લગાવવામાં આવી નહોતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર કોઈ અટકચાળા કરવામાં આવશે તો ચલાવી લેવામાં આવશે નહીં. આ મુદ્દે મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે હાવડામાં હિંસાને લઈ અત્યાર સુધીમાં 41 જણની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે હિંસા ભડકાવવા માટે હિંદુઓ જવાબદાર નથી, પણ તેમને બહારથી લાવવામાં આવ્યા હતા. બંગાળમાં અશાંતિ માટે જવાબદાર ભાજપ છે, એવો મમતા બેનરજીએ દાવો કર્યો હતો. લઘુમતી સમુદાયના લોકો હિંસામાં સામેલ નથી, કારણ કે તેઓ રમઝાનમાં વ્યસ્ત હતા.
#WATCH | West Bengal: Another incident of stone-pelting occurred today in Howrah a day after arson on 'Rama Navami'. Security personnel on the spot. pic.twitter.com/9fGl80Q36e
— ANI (@ANI) March 31, 2023