Homeઆમચી મુંબઈથાણેની હિરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલ દ્વારા પાલિકાના નિયમોનું ઉલ્લંઘન

થાણેની હિરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલ દ્વારા પાલિકાના નિયમોનું ઉલ્લંઘન

પ્રોપર્ટી ટૅક્સ અને યુટિલિટી સર્ટિફિકેટની પ્રક્રિયા અપૂર્ણ: વિવાદ થતાં ફાયર બ્રિગેડે એનઓસી આપ્યું!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેના ઘોડબંદર રોડ પાસે હિરાનંદાની એસ્ટેટ સ્થિત હિરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલની ઈમારત પાલિકાના નિયમોનું કથિત ઉલ્લંઘન કરીને ઉપયોગમાં લેવાઈ હોવાની માહિતી સામે આવી હતી. સંબંધિત ઈમારતની પ્રોપર્ટી ટૅક્સ, યુટિલિટી સર્ટિફિકેટ અને ફાયર બ્રિગેડના એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) સંબંધી પ્રક્રિયા પૂરી કરવામાં નહોતી આવી. આ મામલો વિવાદે ચઢતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક એનઓસી આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર હિરાનંદાની ફાઉન્ડેશનના નામે ૨૦૦૧માં સ્કૂલના બાંધકામ માટે પરવાનગી લેવામાં આવી હતી. સંબંધિત પ્લૉટ પર શરૂઆતમાં શાળાની એક જ ઈમારતનું બાંધકામ કરાયું હતું અને તેને ઓસી પણ આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં ડેવલપમેન્ટ પ્લાનમાં ૨૦૦૭માં સુધારો કરી આ ઈમારતની બાજુમાં જ બીજી ઈમારતના બાંધકામની પરવાનગી મેળવવામાં આવી હતી.
ઈમારતના નિર્માણ બાદ થાણે મહાપાલિકાના અમુક વિભાગોની પરવાનગીની પ્રક્રિયા પૂરી કર્યા વિના જ સંબંધિત ઈમારત સ્કૂલ માટે ઉપયોગમાં લેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આટલાં વર્ષ સુધી આ મામલે પાલિકા પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
આ પ્રકરણે ‘મુંબઈ સમાચારે’ હિરાનંદાનીની પ્રવક્તા રિતિકાનો સંપર્ક સાધ્યો હતો. અમે આ પ્રકરણની જાણ શાળાના સત્તાવાળાઓને કરી છે અને તેઓ જરૂરી તપાસ કરી રહ્યા છે. એચએફએસ (હિરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલ)ના સત્તાવાળા આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યા હોવાથી હાલના તબક્કે અમે કોઈ ટિપ્પણી કરી શકીએ નહીં, એવું રિતિકાએ જણાવ્યું હતું.
સ્કૂલની ઈમારતને ફાયર બ્રિગેડનું એનઓસી ન હોવા બાબતે ચીફ ફાયર ઑફિસર ગિરીશ ઝળકેએ જણાવ્યું હતું કે આ ૨૦૦૭નું પ્રકરણ છે અને એક બિલ્ડિંગનો વિવાદ હતો. અગાઉ જૂના નિયમ પ્રમાણે એનઓસી અપાયું નહોતું. વિકાસક દ્વારા એનઓસી માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે જ એનઓસી આપવામાં આવ્યું હોવાનું ઝળકેનું કહેવું છે.
સ્કૂલ ઈમારતને થાણે પાલિકાના પ્રોપર્ટી ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ૩ માર્ચે નોટિસ મોકલાવી હતી અને પંદર દિવસમાં જરૂરી માહિતી-દસ્તાવેજો પૂરા પાડવાનું જણાવ્યું હતું. ઈમારતનો પ્રોપર્ટી ટૅક્સ ભરવામાં ન આવ્યો હોવા બાબતે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર (ટૅક્સ વિભાગ) જી. જી. ગોદેપુરેને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ મારી અહીં બદલી થઈ છે, પરંતુ મારી માહિતી અનુસાર ટૅક્સની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. જોકે આ મામલે સંબંધિત વિભાગમાં તપાસ કરવામાં આવશે.
પાલિકા દ્વારા ઑક્ટોબર, ૨૦૨૨માં વિકાસક અને આર્કિટેક્ટને ઈમારતના યુટિલિટી સર્ટિફિકેટ સંબંધી પત્ર મોકલવામાં આવ્યા હતા. ઈમારતના ઉપયોગ માટે જરૂરી યુટિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાની કોઈ નોંધ સંબંધિત વિભાગમાં નથી. જોકે ઈમારતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -