(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા ખાતે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં વિન્ટેજ કાર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશની ૨૦૦ કારનો સમાવેશ થશે. આ કારની પસંદગી કરવા માટે કમિટી હોય છે અને તેમાં એક ગુજરાતી ખેડૂત અને ફોટોગ્રાફર-કલાકારની શેવર્લોટ ફ્લીટમાસ્ટરની પણ પસંદગી કરવામાં આવી છે. આ કારના માલિક રાહુલ ગજજરે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા પિતાએ ચાર વિન્ટેજ કાર ખરીદી હતી અને તેમના દેહાંત બાદ મેં બધી સાચવી છે.
પસંદગી પામેલી કાર આઝાદીના વર્ષ ૧૯૪૭માં ખરીદવામાં આવી હતી. ૧૯૮૦ના દાયકામાં પેટ્રોલના ભાવ ભડકે બળતા તેને મૂકી દેવામાં આવી હતી અને તે બાદ તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તે ઘણી ખરાબ હાલતમાં હતી. રાહુલે અમેરિકા જઈ તેના પાર્ટ્સ ખરીદી, નિષ્ણાતોની મદદથી સાતેક મહિનાથી પણ વધારે સમયની જહેમત બાદ તેને ફરી નવી બનાવી
દીધી છે.
સામાન્યરીતે રાજા મહારાજાઓએ આવી કાર વહેંચી નાખતા હતા, ત્યારે આ ખેડૂત પણ હૃદયની કલાકારે કાર સાચવી રાખી છે. હવે તેની કારની પસંદગી થતાં તેમને ઘણો આનંદ થઈ રહ્યો છે.
વડોદરામાં યોજાનારા આ શોમાં ગુજરાતની નવ વિન્ટેજ કાર જોવા મળશે. વડોદરાના રાજવી પરિવારની ૧૯૪૮ની બેન્ટલી માર્ક-૬ ડ્રોફેડ કૂપ પણ જોવા મળશે જે માત્ર મહારાની માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી હતી. જોકે આ કાર હાલમાં લંડન ખાતે છે. આ શોની આ દસમી આવૃતિ છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં છથી આઠ જાન્યુઆરી દરમિયાન આ શોનું આયોજન કરવામાં આવશે. આ સાથે પાંચમી જાન્યુઆરીએ ૭૫ કાર વડોદરાથી કેવડીયા સુધી પ્રવાસ કરશે.
વડોદરામાં વિન્ટેજ કાર શો: ખેડૂતની ૭૫ વર્ષ જૂની શેવર્લોટ ફ્લીટમાસ્ટરની પસંદગી
RELATED ARTICLES