‘બિગ બોસ 16’માં જ્યારે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, ત્યાં એક વાઇલ્ડ કાર્ડ તરીકે શોમાં ભાગ લેનાર વિકાસ માનકટલાને સલમાન ખાને ઘરની બહાર કાઢી મૂક્યો છે. શોમાંથી બહાર આવતાની સાથે જ વિકાસ સ્પર્ધકો પર ગુસ્સે થઈ ગયો હતો અને તેમના પર ઘણા આરોપો લગાવ્યા હતા. ખાસ કરીને વિકાસે અર્ચના ગૌતમના વલણ પર ખુલીને વાત કરી હતી. શોમાં બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.
બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ વિકાસ માનકટલાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તમામ સ્પર્ધકો વિશે ખુલીને વાત કરી હતી. વિકાસે જણાવ્યું કે કેવી રીતે તેને શરૂઆતના દિવસોમાં બિગ બોસના ઘરમાં તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વિકાસે કહ્યું, ‘ઘરમાં જૂથો બની ગયા છે અને તે લોકોએ મને તેમની સાથે ભળવાની તક પણ નથી આપી. મને લાગે છે કે હું સારું કરી શક્યો હોત, પરંતુ મને તક મળી ન હતી. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે મારી સફર સારી રહી.
વિકાસ કહે છે કે તે ફરી એકવાર શોમાં જવા માટે તૈયાર છે, પરંતુ તે ક્યારેય અર્ચના અને શિવ ઠાકરેને મળવા માંગતો નથી. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, જન્નત ઝુબેર, કૃષ્ણા અભિષેક, કરણ કુન્દ્રા અને રાજીવ આડતીયા નવા વર્ષની ઉજવણી કરવા શોમાં પહોંચ્યા હતા.
બિગ બોસમાંથી બહાર થતા જ વિકાસ માનકટલાનો ગુસ્સો ફાટી નીકળ્યો, સ્પર્ધકો પર લગાવ્યા અનેક ગંભીર આરોપ
RELATED ARTICLES