લાઇગર ફ્લોપ ગયા બાદ વિજય દેવરાકોંડા નિર્માતાઓને નુકસાનની ભરપાઈ કરશે

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

આજકાલ એવું થઇ રહ્યું છે કે કોઈપણ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ લોકો સોશિયલ મીડિયા પર તેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દે છે. ત્યાર બાદ તેઓ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની રાહ જુએ છે. આને કારણે ફિલ્મો ફિલોપ જાય છે અને નિર્માતા, કલાકારોને ભારે નુક્સાન ખમવું પડે છે.
લાઇગર ફિલ્મ સાથે પણ એવું જ થયું છે. વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’ ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણા સમયથી સિનેમાઘરો પર રાજ કરી રહી છે, તેથી આશા હતી કે આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે. આ ફિલ્મ દ્વારા વિજય દેવરાકોંડાએ હિન્દીમાં ડેબ્યુ કર્યું છે જ્યારે અનન્યા પાંડેએ સાઉથમાં ડેબ્યુ કર્યું છે. પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઇ છે. ફિલ્મ ફ્લોપ જતા વિજય દેવરાકોંડાએ એક નિર્ણય કર્યો છે.
તાજેતરમાં જ્યારે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થઈ ત્યારે આમિર ખાને ઉદારતા દાખવી અને મોટો નિર્ણય લીધો હતો. આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢા માટે કોઈ ફી લીધી નથી. તેણે તેની સંપૂર્ણ ફી છોડી દીધી હતી. હવે વિજય દેવરાકોંડાની લાઇગર પણ ફ્લોપ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેણે 6 કરોડ રૂપિયાની રકમ નિર્માતાઓને પરત કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે વિજયે આ ફિલ્મ માટે 35 કરોડ રૂપિયા લીધા હતા.
મેકર્સે વિજય દેવેરાકોંડાની લાઇગર માટે ઘણું પ્રમોશન કર્યું હતું. અભિનેતા એશિયા કપ 2022 દરમિયાન સ્ટેડિયમમાં પણ જોવા મળ્યો હતો. ફિલ્મના પ્રમોશન માટે ઘણી વખત તે હવાઈ ચપ્પલ પહેરીને ફરતો પણ જોવા મળ્યો હતો. જોકે, આ બધાની ફિલ્મ પર કોઈ અસર થઈ ન હતી અને લાઇગર ફ્લોપ રહી હતી.
વિજય દેવરાકોંડા હાલમાં તેની આગામી ફિલ્મ ‘જન ગણ મન’ પર કામ કરી રહ્યા છે. તે પણ એક પાન ઈન્ડિયા ફિલ્મ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે પણ ઉંચુ બજેટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે લાઇગરની હાલતને જોતા મેકર્સે બજેટમાં ઘટાડો કર્યો છે. મેકર્સ પુરી જગન્નાથ અને વિજય દેવરાકોંડા બંનેએ પણ આ ફિલ્મ માટે તેમની ફી છોડી દીધી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.