મધદરિયે ફિઝિકલ થયો વિજય દેવરાકોંડા! કરન જોહરના ચેટ શોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

ફિલ્મી ફંડા

ફિલ્મમેકર કરન જોહરની સાતમી સિઝનના ચોથા એપિસોડમાં સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે આવ્યા હતાં ત્યારે વિજયે પોતાના અંગત જીવન વિશે ઘણા રહસ્યો ખોલ્યા હતાં.

કરને વિજયને પૂછ્યું હતું કે ઈન્ટરનેશનલ મેગેઝિન માટે ન્યૂડ પોઝ આપશે કે નહીં? આ સવાલના જવાબમાં વિજયે કહ્યું જો સારી રીતે શૂટ કરવામાં આવે તો ન્યૂડ ફોટોશૂટ કરવામાં કોઈ વાંધો નથી. કોન્ડોમની જાહેરાત પણ કરીશ, વાસ્તવમાં આ સ્માર્ટ અને સેફ કામ છે.
કરને વિજયને ફિઝિકલ રિલેશનશિપ વિશે સવાલ કર્યો હતો ત્યારે તેના જવાબમાં વિજયે જણાવ્યું હતું કે, પબ્લિક પ્લેસમાં ફિઝિકલ રિલેશન બનાવ્યા છે. મધદરિયે નાનકડી હોડીમાં આ કામ કર્યું હતું. કારમાં પણ ફિઝિકલ રિલેશન માણ્યા છે.

ઉલ્લેખનીય છે કે સાઉથ સિનેમામાં એવી ચર્ચા છે કે વિજય દેવરાકોંડા ને રશ્મિકા મંદાના વચ્ચે અફેર છે. આ જ મુદ્દે કરને વિજયને રિલેશનશિપ અંગે પૂછ્યું હતું, જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તેના સંબંધો પેરેન્ટ્સ સાથે સારા છે, તેના ડિરેક્ટર સાથે સારા છે. તે પોતાના ડૉગને ઘણો જ પ્રેમ કરે છે. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે લગ્ન કરશે ત્યારે તે પોતાના રિલેશનશિપ જાહેર કરશે. હાલમાં તે કોઈની પણ લાગણી દુભાવવા માગતો નથી.

કરન જોહરે વિજયને સવાલ કર્યો હતો કે ભારતની મોસ્ટ ડિઝાયરેબલ વુમન કોણ છે? વિજયે સામંથા રૂથ પ્રભુનું નામ લીધું હતું. તેણે સામંથાને ડાર્લિંગ કહી હતી. સારા અલી ખાનને ફન્ની તો જાહન્વીને ક્યૂટ ગણાવી હતી.

કરન જોહરે વિજયને બેસ્ટ ઇન સેક્સ લાઇફ તથા બિગ બ્લોકબસ્ટરમાંથી એકની પસંદગી કરવાનું કહ્યું હતું. વિજયે જવાબમાં કરિયરની પસંદ કરી હતી.

2011માં વિજય દેવરાકોંડાએ તેલુગુ ફિલ્મ ‘નુવ્વીલા’થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, 2016માં ફિલ્મ ‘પેલ્લી છોપુલુ’થી ઓળખ મળી હતી. ત્યારબાદ તે ‘અર્જુન રેડ્ડી’, ‘યે મંત્રમ વેસાવે’, ‘મહનતી’, ‘ગીથા ગોવિંદમ’, ‘ડિઅર કોમરેડ’ સહિતની ફિલ્મમાં જોવા મળ્યો હતો. વિજય છેલ્લે તેલુગુ ફિલ્મ ‘વર્લ્ડ ફેમસ લવર’માં જોવા મળ્યો હતો. હવે તે ‘લાઇગર’થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.