સાઉથના સ્ટાર વિજય દેવરાકોંડા હાલમાં તેની આગામી ફિલ્મ લાઈગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે એક બોક્સરનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે ત્યારે બોલીવૂડ ફિલ્મોનું બોક્સઓફિસ પર નબળું પ્રદર્શન ફિલ્મ મેકર્સની ચિંતા વધારી રહ્યું છે. નોંધનીય છે કે આ ફિલ્મ 25 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે.

આમીર ખાનની લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મને સોશિયલ મીડિયા પર બાયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે આ અંગે વિજય દેવરાકોંડાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, બું એક ફિલ્મના સેટ પર વિચારું છું કે, અભિનેતા અને દિગ્દર્શક સિવાય અભિનેત્રી જુનિયર આર્ટિસ્ટ ઉપરાંત આ ફિલ્મ સાથે જોડાયેલા સેંકડો લોકોને રોજગાર મળે છે. એક ફિલ્મ હજારો લોકોને રોજગાર આપે છે અને કેટલાક લોકો માટે આ જ તેમની આજિવીકાનો સ્ત્રોત છે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ સાથે જોડાયેલા હજારો પરિવારને રોજગાર મળતો હશે. જો તમે કોઈ ફિલ્મનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરો છો તો તે ફક્ત આમિર ખાનને નહીં, ફિલ્મથી જોડાયેલા હજારો પરિવારો પણ પ્રભાવિત થાય છે અને તેઓ પોતાનો રોજગાર ગુમાવી રહ્યા છે.

Google search engine