ટાયસન સાથે શૂટિંગને લઇને માતા પરેશાન હતી, તિલક, કુમકુમ, ભભુતિ લગાવીને દીકરાને શૂટીંગ માટે મોકલ્યો હતો

ફિલ્મી ફંડા

દક્ષિણના સ્ટાર વિજય દેવરાકોંડા અભિનિત ફિલ્મ ‘લાઇગર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અભિનેતાનો મજબૂત એક્શન અવતાર જોવા મળ્યો છે. દર્શકો ઘણા સમયથી ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, ટ્રેલર સામે આવતાની સાથે જ ફેન્સ અભિનેતાની સ્ટાઈલના દીવાના થઈ ગયા હતા. જોકે, તેણે આ અવતાર માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન તેણે ઘણી વાતો શેર કરી હતી. આમાંથી એક ખુલાસો તેણે તેની માતા વિશે પણ કર્યો હતો.
‘લાઇગર’ના ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મની આખી ટીમ સાથે જોવા મળી હતી. તેમની સાથે રણવીર સિંહ પણ હાજર હતો અને બધાએ ખૂબ જ મસ્તી કરી હતી. દરમિયાન, વિજય દેવરાકોંડાએ ખુલાસો કર્યો કે કેવી રીતે તેની માતા માઇક ટાયસન જેવા હેવીવેઇટ સાથે શૂટિંગ કરવા માટે ચિંતિત હતી. તેણે કહ્યું કે ગયા વર્ષે ફિલ્મની ટીમ વિશ્વ વિખ્યાત બોક્સર સાથે શૂટિંગ કરવા અમેરિકા ગઈ હતી. વિજયના કહેવા પ્રમાણે, શૂટિંગ માટે જતા પહેલા તેની માતા ખૂબ જ ચિંતિત હતી અને તેણે ભભુતિ, તિલક અને કુમકુમ લગાવીને પુત્રને શૂટિંગ માટે મોકલ્યો હતો. દીકરાની કુશળતા માટે તેણે ઘણી પૂજાઓ કરી હતી. વિજય જણાવે છે કે તે તેની માતા દ્વારા કરવામાં આવેલી પૂજાની અસર હતી જેણે તેને સુરક્ષિત રાખ્યો હતો.
માઈક ટાયસન પોતાની બોક્સિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. તેના બોક્સિંગ પંચ ભલભલાને થથરાવી મૂકે એવા હોય છે. 1992 માં, ટાયસનને બળાત્કાર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જોકે ત્રણ વર્ષ પછી તેને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેનો જોરદાર કેમિયો જોવા મળશે. તે જ સમયે, વિજય એક વ્યાવસાયિક MMA ફાઇટર તરીકે ફિલ્મમાં છે. અનન્યા પાંડે આ ફિલ્મમાં તેના પ્રેમનું પાત્ર ભજવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.