Homeઆપણું ગુજરાતહેં સામૂહિક કોપી વિશે સાંભળ્યું છે ક્યારેય? જોઈ લો આ વાઈરલ વિડિયો...

હેં સામૂહિક કોપી વિશે સાંભળ્યું છે ક્યારેય? જોઈ લો આ વાઈરલ વિડિયો…

દરેક વ્યક્તિના જીવનમાં બોર્ડની પરીક્ષાનો સમયગાળો એ સૌથી મહત્વનો, કપરો અને તેમ છતાં પણ યાદગાર હોય છે. આ જ પરીક્ષાના પરિણામ પરના આધારે વિદ્યાર્થી પોતાના ભવિષ્યની રાહ નક્કી કરે છે. ગુજરાતમાં સોમવારથી ધોરણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી, જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ગુજરાતમાં 139 ઝોનમાં 1,623 કેન્દ્રો, 5,541 બિલ્ડિંગના કુલ 56,633 બ્લોકમાં પરીક્ષા યોજાઈ હતી. 66 જેટલા સેંન્સિટિવ સેંટર પર પેરા મીલીટરી ફોર્સ પણ તહેનાત કરવામાં આવી હતી. ધોરણ 10ની 101 અને ધોરણ 12માં 56 વિદ્યાર્થીઓ 4 અલગ અલગ જેલમાંથી પરીક્ષા આપી રહ્યા છે.
ગુજરાતમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સામૂહિક ચોરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક સ્કૂલની બહારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડયોમાં કેટલાક યુવકો સ્પીકરમાં કેટલાક એમસીક્યૂના સવાલોના સાચા જવાબ બોલતા સાંભળી શકાય છે અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુવકો અનોખી રીતે પરીક્ષામાં વિદ્યાર્થીઓને જવાબ પહોંચાડતા જોવા મળ્યા હતા. આ વાઈરલ આ વીડિયો હરિયાણાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો અંગે વધુ માહિતી મળી નથી, પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ભારે મનોરંજન આપી રહ્યો છે.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ… બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. એક અન્ય સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, આવા મિત્રો હોય તો કોઈ દિવસ સ્કૂલ અને જીવનની પરીક્ષામાં નાપાસ ન થવાય. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી. આ વિડીયો ગમે ત્યાંનો હોય, પણ આ વિડીયો જોઈને અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબીની યાદ અપાવી હતી….

 

View this post on Instagram

 

A post shared by pandit 🦅🔱 (@mohit_pandit_8751)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular