બિહારમાં મુઝફ્ફરપુર જિલ્લાના અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ફેબ્રુઆરી, રવિવારના રોજ રસ્તા વચ્ચેથી યુવતીના અપહરણનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયો સામે આવતાં પોલીસ વિભાગ પણ ખળભળાટ મચી ગયો હતો. આ સીસીટીવી વીડિયોમાં યુવક એક યુવતીને ખેંચીને કારમાં બેસાડી રહ્યો હતો. આ પછી તે યુવતીને કારમાં જ લઈ ગયો. સ્થળ પર હાજર લોકો સમજી ગયા કે મામલો અપહરણનો છે. આ પછી પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી પરંતુ મામલો કંઇક બીજો જ નીકળ્યો.
વીડિયો સામે આવતાની સાથે જ ડીએસપી ટાઉનના નેતૃત્વમાં અહિયાપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. પછી ખબર પડી કે વીડિયોમાં દેખાતા છોકરાનું નામ ચંદન છે અને છોકરીનું નામ પૂજા છે. પૂજા અને ચંદન બંને ખાનગી શાળામાં ભણાવે છે. એક વર્ષ પહેલા લગ્ન થયા બાદ પૂજા અને ચંદન અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહવાજપુર ગામમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. જો કે, બંને ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. આ રવિવારે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી પૂજા ઘરની બહાર નીકળી ગઈ હતી.
एक और ऐंगल से विडियो आया सामने pic.twitter.com/PGeXGjUc57
— Thakur Divya Prakash (@Divyaprakas8) February 5, 2023
પૂજાને શોધવા માટે પતિ ચંદન કારમાં ઘરેથી નીકળી ગયો અને તેને રસ્તાઓ પર શોધવા લાગ્યો. આ દરમિયાન ચંદને પૂજાને અહિયાપુર પાસે રોડ પર જોઈ હતી. તેણે પૂજાને રોકી અને કારમાં બેસવા સમજાવી હતી. બાદમાં બંને ઘરે ગયા હતા. રસ્તાની વચ્ચોવચ બનેલી આ ઘટનાને કારણે લોકોને લાગ્યું કે યુવતીનું અપહરણ થયું છે. પોલીસને પણ આ જ રીતે માહિતી આપવામાં આવી હતી. આ પછી પોલીસે તપાસમાં પૂજા અને ચંદનને શોધી કાઢ્યા હતા. બંનેએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને સત્ય જણાવ્યું હતું અને અપહરણની વાત ફગાવી દીધી હતી. ટાઉન ડીએસપી રાઘવ દયાલના જણાવ્યા અનુસાર મામલો અપહરણનો નથી પરંતુ પતિ-પત્નીના વિવાદનો હતો.