સુરતમાં ભાજપના નેતાઓની દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ

આપણું ગુજરાત

Surat: એક તરફ ગુજરાતના બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે સરકાર અને પોલીસ તંત્રની ચારે તરફથી ટીકા થઇ રહી છે ત્યારે સુરત ભાજપના નેતાઓ દારૂની મહેફિલ માણતા હોય એવો વિડીયો સામે આવ્યો છે.
વિડીયોમાં ભાજપના બે નેતા હાથમાં દારૂના ગ્લાસ લઇ મહેફિલ માણતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ વિડીયોમાં દારૂની મહેફિલ માણતા નજરે ચડે છે એ સુરતના પુણા વોર્ડ (વોર્ડ નંબર 16)ના પ્રમુખ જયસુખ ઠુમ્મર અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરિયા છે. સાથે વિડીયો ઉતારનાર અને અન્ય એક વ્યક્તિ પણ હાજર હોય એવું જણાય છે. વિડીયો જોતા કોઈ બંધ ઓફિસમાં પાર્ટી ચાલતી હોય એવું લાગી રહ્યું છે. તેમની સાથે રહેલી કોઈ વ્યક્તિએ ચોરીછુપે આ વીડિયો બનાવી લીધો હોય તેવું લાગી રહ્યું છે.

“>

આ મામલે જયસુખ ઠુમ્મરે વિડીયો જોયા બાદ કહ્યું હતું કે કે હા હું દેખાઉં તો છું. જોકે આ પાર્ટી ક્યાં અને કોની સાથે ચાલતી હતી તે અંગે તેમણે જણાવ્યું નથી
ભાજપના નેતા દારૂ પાર્ટી કરતા હોવાનું હાલ આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સુરતના જ છે. ત્યારે ભાજપ હાઈ કમાંડ આ નેતાઓ પર શું એક્શન લેશે એ જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.