Homeટોપ ન્યૂઝવેશ બદલીને ભાગતા અમૃતપાલનો વીડિયો વાઈરલ

વેશ બદલીને ભાગતા અમૃતપાલનો વીડિયો વાઈરલ

અમૃતપાલ સિંહ સામે લાગ્યો આ ગુનો, આટલા દેશમાં નેટવર્ક ધરાવે છે…

જલંધરઃ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં મર્સિડીસથી બ્રેજા અને પછી બાઈક પર વેશ બદલીને ભાગી રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે વેશ બદલીને અમૃતપાલ સિંહ ભાગી રહ્યો છે. સૌથી પહેલા મર્સિડીસ અને બ્રેજા કારમાં જોવા મળે છે ત્યારબાદ બાઈક પર જોવા મળે છે. બાઈક પર ગુલાબી રંગની પાઘડીમાં જોવા મળે છે. અલબત્ત, અમૃતપાલની ધરપકડ માટે પંજાબ પોલીસે અઢારમી માર્ચથી ઓપરેશન ચાલુ કર્યું છે તથા તેની ધરપકડ માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

 

પંજાબ સરકારે મંગળવારે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું કે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની સામે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના અહેવાલ અનુસાર નેશનલ સિક્યોરિટી એક્ટ 1980 એક એવો કાયદો છે, જેમાં એવા કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ સામે જોખમ હોય તો તેની ધરપકડ કરી શકાય છે. આ કાયદો કોઈ રાજ્ય અથવા કેન્દ્રીય એજન્સીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર આપે છે, તેમાંય વળી એ વ્યક્તિ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. સરકાર એનએસએનો ઉપયોગ કોઈને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા અથવા આવશ્યક પુરવઠો અને સેવાઓમાં ખલેલ પહોંચાડવાથી અટકાવવા માટે પણ કરી શકે છે. મંગળવારે પંજાબ પોલીસે અમૃતપાલસિંહની વિવિધ તસવીરો જાહેર કરી હતી જેમાં અમૃતપાલ અલગ અલગ વેશમાં જોવા મળે છે.

ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલ સિંહનું સંગઠન પાકિસ્તાન, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામા નેટવર્ક ધરાવી રહ્યા છે તથા તેમનું સંગઠન ખાસ કરીને કેનેડા, જર્મની અને બ્રિટનમાં એક્ટિવ છે. અલબત્ત, મંગળવારે હાઈ કોર્ટે પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી. વારીસ પંજાબના પ્રમુખ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં નિષ્ફળ રહેલી પોલીસને હાઈ કોર્ટે કહ્યું હતું કે દેશની સુરક્ષા માટે જોખમી છે તો અત્યાર સુધી સરકાર શું કરી રહી હતી? તેઓ હથિયારો સાથે ફરી રહ્યા હતા. આટલી બધી પોલીસ હોવા છતાં તેઓ કઈ રીતે ભાગી શક્યા? દેશની સુરક્ષા જોખમમાં છે ત્યારે 80,000 પોલીસ શું કરી રહી હતી? હાઈ કોર્ટના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમૃતપાલની ધરપકડ કરવા અંગે સરકારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -