Homeટોપ ન્યૂઝમસાજ કરાવતા મંત્રીજીનો વીડિયો વાયરલ, ભાજપે કર્યા પ્રહાર

મસાજ કરાવતા મંત્રીજીનો વીડિયો વાયરલ, ભાજપે કર્યા પ્રહાર

મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીની કેજરીવાલ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈન અંગે ફરી રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન આરામનું જીવન જીવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન જેલમાં પોતાની બેરેકમાં મસાજની મજા લેતા જોવા મળે છે.

“>

આ વીડિયોને લઈને ભાજપ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તા અને બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સત્યેન્દ્ર જૈનના જેલમાં મસાજ કરાવતા વીડિયો અંગે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ વીડિયો જોયા પછી કહી શકાય કે આ આમ આદમી પાર્ટી નથી, બદનામ પાર્ટી છે. અરવિંદ કેજરીવાલ જેમને કટ્ટર ઈમાનદાર કહેતા હતા, તે કટ્ટર બેઈમાન જેલમાં મસાજ કરાવી રહ્યા છે. આ કટ્ટર બેઈમાન ઠગે બંધારણના રક્ષણ માટે શપથ લીધા હતા.
વિડીયોમાં એક અજાણ્યો વ્યક્તિ દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનના પગ અને શરીર પર માલિશ કરતો જોવા મળે છે. ઈડીએ આ અંગે કોર્ટમાં સમગ્ર મામલાની ફરિયાદ કરી છે અને જેલના સીસીટીવી ફૂટેજ કોર્ટને સોંપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular