Homeઆમચી મુંબઈઅયોધ્યામાં રામમંદિર નિર્માણમાં વપરાશે વિદર્ભનું કાષ્ઠ

અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં વપરાશે વિદર્ભનું કાષ્ઠ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં મળતું સાગનું લાકડું દેશમાં શ્રેષ્ઠ છે અને તેથી જ ૧૦૦૦ વર્ષ સુધી અસર થાય નહીં તે માટે આ કાષ્ઠનો ઉપયોગ કરવાનો નિર્ણય શ્રીરામ મંદિર નિર્માણ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. આ કાષ્ઠની પહેલી ખેપ બુધવારે રવાના કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ યાત્રાધામના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે મુનગંટીવારને વિગતવાર પત્ર મોકલવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શુભ હસ્તે મંદિરના નિર્માણનું ભૂમિપૂજન ૫મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પૂર્ણ થયું હતું. ત્યારથી શ્રીરામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનું નિર્માણ સ્થાપત્ય નિષ્ણાતોની મદદથી કરવામાં આવી રહ્યું છે જેથી શ્રીરામ મંદિરની રચના લગભગ એક હજાર વર્ષ સુધી ટકી શકે. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર, ગર્ભગૃહના દરવાજા, મુખ્ય મંદિરના બંધારણમાં અન્ય દરવાજા માટે દેશના શ્રેષ્ઠ સાગના લાકડાની જરૂર છે.
શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ઉત્તરાખંડના દેહરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો સંપર્ક કર્યો અને તેમને કહેવામાં આવ્યું કે ચંદ્રપુર જિલ્લામાં આવેલ સાગ ભારતમાં શ્રેષ્ઠ છે. તેથી, ટ્રસ્ટના એન્જિનિયરો અને લાર્સન એન્ડ ટુબ્રો અને ઝઈઊના એન્જિનિયરો દ્વારા ચંદ્રપુરના સાગના લાકડાના કેટલાક નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટમાં આ લાકડું શ્રેષ્ઠ સાબિત થયા બાદ મંદિર નિર્માણ સમિતિએ મુનગંટીવારને લખેલા પત્ર દ્વારા ચંદ્રપુર જિલ્લામાં ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડના ડેપોમાંથી સાગનું લાકડું આપવાની માગ કરવામાં આવી હતી.
૧૯૭૪માં સ્થપાયેલ, ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ (ઋઉઈખ) એ મહારાષ્ટ્ર સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે. મહારાષ્ટ્ર સરકારે તેની પ્રવૃત્તિઓ માટે ઋઉઈખને ૩.૪૩ લાખ હેક્ટર જંગલ લીઝ પર આપ્યું છે. તે રાજ્યના કુલ જંગલ વિસ્તારના ૬.૦૦ ટકા જેટલું છે. એફડીસીએમને સાગના વાવેતર અને લાકડા, લાકડા અને વાંસ જેવાં વન ઉત્પાદનોનું વેચાણ
તેની પાસે લગભગ પાંચ દાયકાનો અનુભવ છે.
ઋઉઈખ તેના પરિપક્વ સાગના વાવેતર અને ટકાઉ વ્યવસ્થાપિત જંગલોમાંથી લગભગ ૫૦,૦૦૦ ઘન મીટર લાકડાનું ઉત્પાદન કરે છે. તાજેતરમાં, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ કંપની, જે અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ મંદિરના નિર્માણ માટે એકંદર ડિઝાઇન કરી રહી છે. તેઓએ પ્રીમિયમ ગુણવત્તાયુક્ત સાગનું લાકડું સપ્લાય કરવા ઋઉઈખ નો સંપર્ક કર્યો.
—————-
કેટલી કિંમત?
આ માટે ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ અને મે. લાર્સન એન્ડ ટ્યુબ્રો લિ. કંપનીએ રૂ.૧,૩૧,૩૧,૮૫૦/-માં આશરે ૧૮૫૫ ઘન ફૂટ સાગના લાકડાના સપ્લાય માટે ૧૫મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ વેચાણ કરાર કર્યો છે. જેમ જેમ શ્રી રામ મંદિરનું નિર્માણ આગળ વધશે તેમના તેમ દ્વારા વધુ સાગનું લાકડું સપ્લાય કરવામાં આવશે..
————-
કેટલું લાકડું જોઈશે?
ક અભયારણ્ય ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ, લાકડાના દરવાજા ૦૨ (બે) અને ૧૮૨.૨૦ ઘનફૂટ
* ગ્રાઉન્ડ ફ્લોર સીડી માટે લાકડાના બે દરવાજા ૧૬૨.૪૨ ઘનફૂટ
* લાકડાના દરવાજા સાથે કેન્દ્ર પેવેલિયન ૧૬ (સોળ) નંગ ૭૬૮.૭૧ ઘનફૂટ
* બહારના મંડપ લાકડાના દરવાજા ૧૮ (અઢાર) નંગ અને ૬૪૯.૨૪ ઘનફૂટ
* પહેલાં માળા અને બીજા માળાના દાદર અને લાકડાના દરવાજા ચાર નંગ અને ૯૨.૪૨ ઘનફૂટ
કુલ ૧૮૫૪.૯૯ ઘનફૂટ લાકડું રામ મંદિર નિર્માણ માટે મોકલવામાં આવશે.
————-
શ્રી રામનું વિદર્ભ કનેક્શન
અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિર માટે દેવી સીતાજીના પિયરથી એટલે કે જનકપુરી નેપાળથી શિલા આવી રહી છે જેમાંથી મૂર્તિ નિર્માણ કરવામાં આવશે. મંદિર માટે પથ્થરો રાજસ્થાનથી આવી રહ્યા છે. મહારાષ્ટ્રના વિદર્ભ સાથે રામનું કનેક્શન છે. રામના પિતા દશરથના માતાનું પિયર વિદર્ભમાં છે. વિદર્ભના રાજા ભોજની બહેન ઈન્દુમતીના લગ્ન રઘુવંશી દિલીપના પુત્ર અને શ્રીરામના પિતા દશરથના પિતા અજ સાથે થયા હતા. આમ સીતાજીના પિયરથી મૂર્તિ માટે શિલા અને શ્રી રામની દાદીના પિયરથી કાષ્ઠ ભવ્ય રામ મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ મુનગંટીવારે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -