અમરાવતી હત્યાકાંડ: કેમિસ્ટ ઉમેશની હત્યાના આરોપી યૂસુફ સાથે હતી મિત્રતા, અંતિમસંસ્કારમાં પણ સામેલ થયો હતો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના અમરાવતીમાં જેની હત્યા કરવામાં આવી એ ઉમેશ કોલ્હેના નાના ભાઇ મહેશ કોલ્હેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મહેશે કહ્યું છે કે હત્યાના આરોપીમાં સામેલ યૂસુફ મારા ભાઇ ઉમેશનો નજીકનો મિત્ર હતો. યૂસુફ તેના અંતિમસંસ્કારમાં પણ સામેલ થયો હતો.

ઉમેશ અને યૂસુફનું એકબીજાના ઘરે આવવા જવાનું પણ થતુ હતું. ઉમેશનો વેટરનરી કેમિસ્ટનો કારભાર હતો, જયારે મુખ્ય આરોપી યૂસુફ વેટરનરી હોસ્પિટલમાં કામ કરતો હતો. યુસૂફની આર્થિક સ્થિતિ સારી નહોતી. ઉમેશે તેને લોન આપીને મદદ કરી હતી. યૂસુફને તેની બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હતી. જોકે, આજ સુધી યુસૂફે પૈસા પરત ચૂકવ્યા નથી.

મહેશે જણાવ્યુ હતું કે ઉમેશ અને તેની હત્યાનો આરોપી યૂસુફ એ વોટ્સએપ ગ્રુપના એડમિન હતા, જેમાં ઉમેશે અજાણતા નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ ફોરવર્ડ કરી દીધી હતી. ઉમેશનો કોઇ સાથે ઝઘડો નહોતો. 24 વર્ષથી તેઓ મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા હતા. ઉમેશ કયારેય ઊંચા અવાજમાં પણ વાત કરતા નહોતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.