વધારાનું વજન ઘટાડવું એ કંઈ ઈઝી ટાસ્ક નથી, પણ આ માટે જો તમે સમય, સમર્પણ, વર્કઆઉટ અને યોગ્ય ડાયેટને ફોલો કરીએ તો એ એટલું અઘરું પણ નથી. પરંતુ વાત જ્યારે બી-ટાઉનના લોકપ્રિય એક્ટર વિકી કૌશલની હોય તો તેની સાથે એકદમ વિપરીત છે. પોતાના શાનદાર અભિનય અને મેઈન્ટેઈન બોડીને પ્રખ્યાત વિકી કૌશલ હાલમાં જ કેબીસીમાં જોવા મળ્યો હતો. વિકીએ કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે પોતાની આ વિચિત્ર સમસ્યા રજૂ કરી હતી અને વિકી જે સમસ્યા વિશે વાત કરી રહ્યો હતો એ સમસ્યા એટલે કે તેનું વજન સરળતાથી નથી વધતું.
વિકીએ બિગ બીને જણાવ્યું હતું કે .સર મારી ખૂબ જ વિચિત્ર સમસ્યા છે મારું વજન સરળતાથી નથી વધતું હું પિઝ્ઝા-બર્ગર ખાઈને પણ વજન ઘટાડી શકું છું. બિગબીએ જ્યારે વિકીને પૂછ્યું કે તું વજન વધારવા માટે શું કરે છે તો એના જવાબમાં વિકીએ કહ્યું હતું કે આવું કરવા માટે છે ને સર મારે બોરિંગ ખાવાનું ખાવું પડે છે. જેમ કે બધુ ગ્રિલ્ડ ખાવું… વિકીની આ સમસ્યા વિશે જાણીને કદાચ આશ્ચર્ય થશે કે કાશ… આપણને પણ આવી વિચિત્ર સમસ્યા હોત અને આપણે પણ કંઈ પણ ખાઈએ અને આપણું વજન વધે જ નહીં તો… બરાબર ને?