બોલીવૂડ એક્ટર આયુષમાન ખુરાનાએ તેની ડેબ્યૂ ફિલ્મ ‘વિક્કી ડોનર’ વિશે મન મૂકીન વાત કરી હતી અને આ દરમિયાન તેણે ફિલ્મની સિક્વલ બનાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. આયુષમાને આ અંગે જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે વિક્કી ડોનર 2 લગભગ 10 વર્ષ પછી બને. ત્યાં સુધીમાં વિક્કીનાં બાળકો પણ મોટા થઈ જવા જોઈએ અને વિક્કી તેમનાં બાળકોને મળી શકે.
ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટરે ખુલાસો કર્યો હતો કે તેણે રિયલ લાઇફ પણ સ્પર્મ ડોનેટ કર્યું છે. એ દિવસોમાં અલાહાબાદમાં ‘રોડીઝ 2’ દરમિયાન એક કામ માટે સ્પર્મ ડોનેટ કર્યું હતું. મને આશ્ચર્ય થયું કે ઈન્ડસ્ટ્રીમાં આ મુદ્દા પર ફિલ્મ બની રહી છે. સ્પર્મ ડોનેટ કરતી વખતે મને આ વિશે કોઈ જાણકારી ન હતી. તો સુજિત સરકારને એ વાતનું આશ્ચર્ય થયું કે મેં તેમને સ્પર્મ ડોનેશન વિશે કોઈ પ્રશ્ન કેમ ન પૂછ્યો?
રિયલ લાઈફમાં પણ આયુષમાને કર્યા છે સ્પર્મ ડોનેટ! જણાવ્યો રોચક કિસ્સો
RELATED ARTICLES