જાણીતા ફિલ્મ, ટિવી અને રંગમંચના કલાકાર અને નૂક્કડ સિરિયલમાં ખોપડીના પાત્રથી જાણીતા થયેલા અભિનેતા સમીર ખખ્ખરનું 71માં વર્ષે નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળી ફિલ્મ, ટીવી અને થિયેટર જગતમાં શોકની લાગણી ફેલાઇ હતી.
જાણીતા અભિનેતા અને નૂક્કડ સિરિયલથી ખોપડીના પાત્ર તરીકે પ્રસિદ્ધ થયેલ સમીર ખખ્ખરનું આજે (15, માર્ચ) ના રોજ નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. 38 વર્ષની તેમની અભિનયની કારકીર્દી દરમિયાન તેમણે ટીવી અને ફિલ્મમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા. તેમણે કારકીર્દીમાંથી નાનકડો બ્રેક લીધો હતો અને આ અભિનેતા થોડા વર્ષો માટે યુ.એસ.માં સ્થાયી થયા હતા. થોડા વર્ષો બાદ તેઓ ભારત પાછા ફર્યા હતા અને તેમણે બે ગુજરાતી નાટકોમાં પણ અભિનય કર્યો હતો. બ્રેક બાદ તેઓ સલમાન ખાનની ફિલ્મ જય હો માં પણ જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સમીર ખખ્ખરનું મૃત્યુ મલ્ટીપલ ઓર્ગન ફેલીયરને કારણે થયું હતું. તેમણે થોડા સમયથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. કાલે તેઓ સૂવા ગયા અને બેભાન થઇ ગયા હતા. તેની જાણ પરિવારજનોને થતાં તેમણે તાત્કાલીક ડોક્ટરને ઘરે બોલાવ્યા હતા જો કે ડોક્ટરે તેમને હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપતા તેમને બોરીવલીની એમ.એમ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા. અને લગભગ સવારે 4:30 વાગે તેમનું મૃત્યુ થયું હતુ.
તેમના અંતિમ સંસ્કાર સવારે 10:૩૦ વાગે બોભાઇ નાકા સ્મશાન ભૂમિમાં થનાર છે.
‘નૂક્કડ’ના ‘ખોપડી’ સમીર ખખ્ખરે લીધી દુનિયાથી ચિર વિદાય…
RELATED ARTICLES