દુઃખદ, આ લોકપ્રિય મરાઠી અભિનેતાનું નિધન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

પોતાના અભિનયથી થિયેટર અને સિનેમાપ્રેમીઓના દિલ પર રાજ કરનાર મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા પ્રદીપ પટવર્ધનનું આજે સવારે હાર્ટએટેકને કારણે નિધન થયું છે. તેમણે ગિરગાંવ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે.
પ્રદીપ પટવર્ધનના અભિનયે દર્શકોને ઘણા પ્રભાવિત કર્યા છે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને થિયેટર ઈન્ડસ્ટ્રીમાં તેમનું નામ આદરણીય ગણાય છે. 1 જાન્યુઆરી, 1970ના રોજ જન્મેલા પ્રદીપ પટવર્ધનને બાળપણથી જ અભિનયનો શોખ હતો. કોલેજમાં હતા ત્યારે તેમણે ઘણી સ્પર્ધાઓ જીતી હતી. તેમણે ઘણી ફિલ્મો, નાટક અને સિરિયલોમાં કામ કર્યું છે. મોરુચી માવશી નાટકમાં પ્રદીપ પટવર્ધનની ભૂમિકા ખૂબ જ લોકપ્રિય હતી. આ રોલ દરેકના મનમાં ઘર કરી ગયો હતો. તેમણે અનેક નાટકો અને ફિલ્મોમાં અભિનય કર્યો. તેમણે પોતાના અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ટ્વિટરના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. “પ્રદીપ પટવર્ધન, મરાઠી સિનેમાના સદાબહાર અભિનેતા કે જેમણે પોતાના આકર્ષક અભિનયથી દર્શકોના દિલ પર રાજ કર્યું. તેમનું દુઃખદ અવસાન થયું છે. તેમના જવાથી મરાઠી કલા જગતે એક મહાન કલાકાર ગુમાવ્યો છે,” એમ તેમણે મરાઠીમાં લખ્યું.

मराठी रंगभूमीवरील मोरूची मावशी, बायको असून शेजारी, लग्नाची बेडी तसेच मराठी चित्रपटसृष्टीत आपल्या सहजसुंदर अभिनयाने रसिक प्रेक्षकांच्या हृदयावर अधिराज्य गाजवणारे सदाबहार अभिनेते प्रदीप पटवर्धन यांचे दुःखद निधन झाले. त्यांच्या जाण्याने मराठी कलासृष्टीने उमद्या कलावंताला गमावले आहे. pic.twitter.com/CVjESFYCkf

— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) August 9, 2022

“>

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ અભિનેતાના પરિવાર અને સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરી હતી. “પીઢ મરાઠી અભિનેતા પ્રદીપ પટવર્ધનના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. હૃદયપૂર્વકની સંવેદના. તેમના પરિવારના સભ્યો, ચાહકો અને અનુયાયીઓ સાથે મારી પ્રાર્થનાઓ,” તેમણે લખ્યું હતું.

Deeply saddened to hear about the demise of veteran marathi actor Pradeep Patwardhan. Heartfelt condolences. My thoughts and prayers with his family members, fans and followers. https://t.co/j8Au3mYDwF

— Supriya Sule (@supriya_sule) August 9, 2022

“>
અભિનેત્રી રેણુકા શહાણેએ તેના એકાઉન્ટ પર લખ્યું, “ઓમ શાંતિ પ્રદીપ પટવર્ધનને હાર્દિક શ્રદ્ધાંજલિ.”

ॐ शांति प्रदीप पटवर्धन 🙏🏾🙏🏾भावपूर्ण श्रद्धांजली 🙏🏾🙏🏾

— Renuka Shahane (@renukash) August 9, 2022

“>
તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે ગિરગાંવના સ્મશાનગૃહમાં કરવામાં આવશે. પટવર્ધનના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.