દિગ્ગજ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું લખનૌમાં હૃદયની બિમારીથી નિધન

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

લોકપ્રિય પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે. ગઈકાલે મોડી સાંજે તેમનું અવસાન થયું હતું. અભિનેતા કાર્ડિયાક બિમારીથી પીડાતા હતા. તેમણે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા.
મિથિલેશના જમાઈ આશિષ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી છે.
મિથિલેશ ચતુર્વેદી દાયકાઓથી મનોરંજન ઉદ્યોગમાં છે. તેમણે હૃતિક રોશન સાથે કોઈ મિલ ગયા, સની દેઓલ સાથે ગદર એક પ્રેમ કથા, સત્ય, બંટી ઔર બબલી, ક્રિશ, તાલ, રેડી, અશોકા અને ફિઝા સહિતની કેટલીક મોટી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અહેવાલો અનુસાર, મિથિલેશે માનીની ડે સાથે તલ્લી જોડી નામની વેબ સિરીઝ પણ કરી હતી.
તેઓ ઘણી જાહેરાતો અને પટિયાલા બેબ્સ જેવા ટીવી શો અને સ્કેમ જેવા વેબ શોમાં પણ જોવા મળ્યા હતા, જેમાં તેમણે રામ જેઠમલાણીની ભૂમિકા ભજવી હતી. તેમની છેલ્લી ફિલ્મ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે ગુલાબો સિતાબો હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.