‘વિપક્ષને સાથે લાવવા ખૂબ મુશ્કેલ’, નીતીશ કુમારને મળ્યા બાદ આરજેડી નેતા શરદ યાદવે એવું કેમ કહ્યું?

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની દિલ્હી મુલાકાત અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથેની તાજેતરની મુલાકાત અંગે આરજેડી નેતા શરદ યાદવે કહ્યું હતું કે વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખૂબ જ મુશ્કેલ કામ છે.
તેમણે કહ્યું કે નીતીશ કુમાર સાથે મુલાકાત થઈ હતી. નીતીશ કુમાર સાથેની મુલાકાત દરમિયાન તમામ વિપક્ષી પાર્ટીઓને એક સાથે કેવી રીતે લાવવી તે અંગે ચર્ચા થઈ હતી. જોકે, આ કાર્ય ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક છે પરંતુ ફરીથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શરદ યાદવે કહ્યું કે અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે તમામ વિપક્ષી રાજકીય પક્ષો સાથે ચર્ચા શરૂ કરવી, જો એક વખત સર્વસંમતિ બની જશે તો પછી ચહેરો પણ નક્કી કરવામાં આવશે.
નીતીશ કુમારને મળ્યા બાદ શરદ યાદવે કહ્યું હતું કે અત્યારે વિપક્ષના નેતા તરીકે કોઈ ચહેરો નથી, પરંતુ એવું લાગે છે કે નીતીશ તમામ વિરોધ પક્ષોમાં સ્વીકાર્ય ચહેરો છે. નીતીશ કુમારની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આજે દેશને વિપક્ષને એક થવાની જરૂર છે અને નીતિશ કુમાર આ કામ કરવા બહાર આવ્યા છે. નીતીશ કુમાર એક મિશન પર છે અને તેઓ સફળ પણ થશે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે આજના રાજકીય માહોલને જોતા તમામ વિપક્ષી પાર્ટીઓ એક થાય તે જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા તરીકે નીતીશ કુમારથી મોટો કોઈ ચહેરો હોઈ શકે નહીં. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ યાદવ, જેઓ એક સમયે નીતીશ કુમારના જૂના સાથી હતા, તેમણે તેમની સાથે અણબનાવને કારણે JDU સામે બળવો કરીને વર્ષ 2018 માં લોકતાંત્રિક જનતા દળ નામની પોતાની રાજકીય પાર્ટીની રચના કરી હતી. આ પછી શરદ યાદવે આરજેડીમાં સામેલ થયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.