Homeઆમચી મુંબઈલૂંટારાઓએ શાકભાજી વિક્રેતાને લૂંટીને મકાનની અગાશીથી નીચે ફેંકી દીધો

લૂંટારાઓએ શાકભાજી વિક્રેતાને લૂંટીને મકાનની અગાશીથી નીચે ફેંકી દીધો

થાણે: શાકભાજી વિક્રેતા પાસેથી ૧૨ હજારની રોકડ લૂંટવા દરમિયાન ત્રણ જણે પાંચ માળની ઈમારતની અગાશી પરથી તેને નીચે ફેંકી દીધો હોવાની ઘટના થાણે જિલ્લાના મુંબ્રા ખાતે બની હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. શાકભાજી વિક્રેતા સુજિત રાજારામ ગુપ્તા (૨૬) શાકભાજીનાં ખાલી ક્રેટ્સ લેવા મુંબ્રાની ઈમારતમાં ગયો હતો. તે સમયે ત્રણ આરોપી ગુપ્તાની નજીક આવ્યા હતા અને તેની પાસેની રોકડ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીઓથી બચવા ગુપ્તા બિલ્ડિંગની અગાશી તરફ દોડ્યો હતો. ગુપ્તાનો પીછો કરનારા આરોપી પણ તેની પાછળ અગાશી પર ગયા હતા. ગુપ્તા પાસેની ૧૨ હજારની રોકડ લૂંટી તેને અગાશી પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો.
ગુપ્તા ઈમારતના ભોંયતળિયે લોહીના ખાબોચિયામાં પડેલો મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે તેના મૃતદેહને સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ગુપ્તાના પરિવારજનોએ કરેલી ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો ૩૦૨ અને ૩૯૭ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીઓની શોધ ચલાવાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

RELATED ARTICLES

Most Popular