Homeઆપણું ગુજરાતકમોસમી વરસાદને લીધે ઉત્પાદન વધતાં શાકભાજીના ભાવ નીચે ઘટયા

કમોસમી વરસાદને લીધે ઉત્પાદન વધતાં શાકભાજીના ભાવ નીચે ઘટયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હોય છે અને અપેક્ષા મુજબનું તાજું શાકભાજી મળતું ન હોવાનો કકળાટ પણ થતો હોય છે. આનું કારણ એ છે કે ઉનાળામાં શાકભાજીનું ઉત્પાદન ઓછું થાય છે. જોકે, આ ભાવ શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઘટતા હોય છે, પરંતુ આ વર્ષે રહેલા અનિયમિત વાતાવરણને લીધે શાકભાજીનું ઉત્પાદન વધતાં ઉનાળામાં જ શાકભાજીના ભાવ શિયાળા જેવા થઈ ગયા છે.
ઉનાળામાં પાકનું ઉત્પાદન ઓછું થતું હોય અને બજારમાં માગ વધુ હોય ઉનાળામાં શાકભાજીના ભાવ વધી જતાં હોય છે અને શિયાળાની સીઝન આવતાં જ ભાવ ઘટવા લાગતા હોય છે. પરંતુ આ વખતે વાતાવરણમાં અનિયમિતતા રહેતા ઉનાળામાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છેરાજ્યમાં ચાલુ વર્ષે સતત કમોસમી વરસાદ પડયો હતો. બીજી બાજુ આ વર્ષે માત્ર મે મહિનામાં ગરમીનું પ્રમાણ ઊંચું રહ્યું છે અને એક પછી એક માવઠું થઇ રહ્યું છે. આ માવઠાને લઈ શાકભાજીનું ઉત્પાદન વધુ થયું છે. જેને લઇને બજારમાં શાકભાજીનો જથ્થો મોટી સંખ્યામાં આવતા આ વર્ષે શિયાળા જેવો ભાવ ઉનાળામાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આ વખતે ઉનાળામાં શાકભાજીમાં પ્રતિ કિલો દીઠ રૂ. ૧૦ થી રૂ. ૨૦ નો ઘટાડો જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -