ઘરના રસોડામાંથી ક્યારેય ન આપવી જોઈએ આ ચીજો, નહીં તો આવશે દરિદ્રતા

સ્પેશિયલ ફિચર્સ

ઘરની રસોઈમાં રાખેલી કેટલીક ચીજોનો સંબંધ સીધો ભાગ્ય સાથે હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં રાખેલી કેટલીક ચીજો જો બીજાને આપવામાં આવે તો ઘરની બરકત ઘટે છે.
હળદરઃ જ્યોતિષશાસ્ત્રના અનુસાર હળદરનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે હોય છે. ઘરમાં હળદર ક્યારે ખતમ થવા દેવી જોઈએ નહીં. જો આવું થાય તો કરિયરમાં અડચણો આવી શકે છે અને ધનની પણ અછત સર્જાઈ શકે છે. તેથી હળદરને ક્યારેય ઉધાર લેવી જોઈએ નહીં અને દાન પણ કરવી જોઈએ નહીં.

ચોખાઃ ચોખાનો સંબંધ શુક્ર સાથે હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રબને ઐશ્વર્ય અને ભૌતિક સુખોનો કારક માનવામાં આવ્યો છે. જો ઘરમાં ચોખા ખતમ થાય તો દાંપત્ય જીવનમાં ખટાશ આવવા લાગે છે. તેથી ચોખાને ક્યારેય ખતમ થવા દેવા જોઈએ નહીં. જો તમારી પાસે ચોખાની કમી ન હોય તો ચોખાનું દાન કરી શકાય, પરંતુ ઉધાર આપી શકાય નહીં.

મીઠુંઃ રસોઈમાં મીઠું ખતમ થવા દેવું જોઈએ નહીં. જ્યોતિષશાસ્ત્રમાં મીઠાનો સંબંધ રાહુ સાથે હોવાનું કહેવાય છે. ઘરમાં મીઠું ખતમ થાય તો જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. અચાનકથી પરેશાનીઓ તમારા ઘરે દસ્તક આપી શકે છે. તેથી મીઠું કોઈને આપવું નહીં અને કોઈની પાસેથી ઉધાર લેવું નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.