શું તમારા ઘરમાં પણ છે રાધા-કૃષ્ણની છબી? તમે તો નથી કરી રહ્યા ને આ ભૂલ

સ્પેશિયલ ફિચર્સ

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખેલી વસ્તુઓના શુભ-અશુભ સ્થાન બતાવવામાં આવ્યા છે, કારણ કે આની સીધી અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં નાના-મોટા બદલાવ કરવામાં આવે તો માનસિક શાંતિ જળવાઇ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આર્થિક સંકટથી મુક્તિ, વૈવાહિક જીવનમાં પ્રેમ અને ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે શાસ્ત્રોમાં ઘરમાં દેવી-દેવતાઓની છબી લગાવવાનું કહેવામાં આવ્યું છો. જોકે, આ છબી લગાવવાના પણ નિયમ છે. રાધા-કૃષ્ણને અતૂટ પ્રેમના પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં તેમની મૂર્તિ હોય તો દાંપત્ય જીવન સુખમય રહે છે.
આમ તો ભગવાનની છબીઓ બેડરૂમમાં લગાવવાનુ યોગ્ય માનવામાં આવતુ નથી, પણ વાત જો રાધા-કૃષ્ણની હોય તો તેને બેડરૂમમાં લગાવી શકાય છે, કારણ કે તેમને પ્રેમના પ્રતિક માનવામાં આવે છે. બેડરૂમમાં તેમની તસવીર લગાવવાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે. પ્રેમ અને વિશ્વાસ વધે છે. ગર્ભવતી મહિલાના રૂમમાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની છબી લગાવવી જોઇએ. ભગવાનના બાળરૂપને જોઇને ગર્ભવતી મહિલાનુ મન પ્રસન્ન રહે છે. નકારાત્મક વિચાર આવતા નથી. માન્યતા છે કે ગર્ભાવસ્થામાં કૃષ્ણના બાળસ્વરૂપના દર્શન કરવાથી બાળક પર પણ તેની સકારાત્મક અસર પડે છે.
હવે વાત કરીએ કઇ દિશામાં છબી લગાવવી જોઇએ તો બેડરૂમમાં રાધા-કૃષ્ણની છબી ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવાનું સારું માનવાવામાં આવે છે. જો બેડરૂમમાં અટેચ બાથરૂમ હોય તો છબી બાથરૂમની દિવાલ પર ન લગાવવી જોઇએ. બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવી રહ્યા હોવ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમાં અન્ય દેવી દેવતા કે ગોપીઓ સાથે ન હોય. જો તમે કૃષ્ણના બાળરૂપની છબી લગાવી રહ્યા હોવ તો તેને પૂર્વ દિશામાં જ લગાવો, પરંતુ ધ્યાન રહે કે છબીની કરફ પગ રાખીને ન સૂવુ. ઘરની ઉત્તર દિશામાં ભગવાન કૃષ્ણની એવી છબી લગાવો જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જૂનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. આમ કરવાથી નોકરી દરમિયાન આવતી સમસ્યાઓ દૂર રહેશે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.